ગુજરાતીઓ મોટે ભાગે પોતાનાં ઘેર મહેમાનો માટે અવારનવાર અવનવી પ્રકારની ખીર બનાવતા હોય છે. પરંતુ તમે એમાંય જો કોઇને ડ્રાયફ્રુટ્સથી તૈયાર કરેલ જો ખીર કોઇ મહેમાનને આપો તો મહેમાન પણ અવાર-નવાર તમારે ત્યાં આવવા તત્પર રહેશે. એથી અમે આજે તમને બનાવતાં શીખવીશું કાજુની ખીર. જેથી મહેમાન પણ તમારા ઘેર એક જ રીતની ખીર ખાઇને બોર ન થાય. તો હવે આ દિવાળીએ તમારા મહેમાન માટે ભોજનમાં બનાવો કાજુની સ્વાદથી ભરપૂર ખીર.કાજુની ખીર કેટલા લોકો માટેઃ બે બનાવવાનો કુલ સમયઃ 30 મિનિટ
કાજુની ખીર બનાવવા જોઇતી સામગ્રીઃ
સૌ પ્રથમ તમે કેસર, દૂધ, કાજુ, ઇલાયચી પાવડર, બદામ જેવી ખીર બનાવવા માટેની વસ્તુઓ તૈયાર કરી લો. ત્યાર બાદ હવે તમે સૌ પહેલાં કેસરને એક ચમચી દૂધમાં પલાળીને મૂકી દો. પછી કાજુને પાણીમાંથી કાઢી બારીક રીતે તેને વાટી લો અને તેની પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ હવે તમે એક પેન લો. અને તેને ગેસ પર મુકો ને તેમાં એક લીટર દૂધ નાંખો.
હવે જ્યાં સુધી દૂધ બરાબર ઉકળી જાય ત્યારે એમાં ખાંડ નાંખી અંદાજે 10થી 10 મિનીટ સુધી તેને રાંધતા રહો અને સતત તમે તેને હલાવતા રહો. હવે આ દૂધમાં તમે કાજુનાં પેસ્ટ નાંખો અને મિડીયમ ગેસ પર 2થી 3 મિનીટ સુધી તેને રાંધતા રહો. હવે આ ખીર જ્યારે બરાબર ગાઢી થઇ જાય તો એમાં ઇલાયચી પાવડર અને કેસરવાળું દૂધ નાંખી તેને બરાબર મિક્ષ કરી લો. હવે તેને સર્વિંગ બાઉલમાં નાંખો. તો લો હવે તૈયાર થઇ ગઇ તમારી આ કાજુની ખીર. પરંતુ તેના પર સજાવટ કરવી હોય તો હજી તેનાં પર કાજુ-બદામ-પિસ્તા નાંખો અને મહેમાનોને એક બાઉલમાં તમે સર્વ કરો.