અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ લોકો રજાના દિવસોમાં વતન પરત ફરી રહ્યા હતા: 40 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
મધ્યપ્રદેશના રેવામાં ધનતેરસનો દિવસ માતમમાં ફેરવાઈ ગયો છે. બસ અને ટ્રોલીની ટક્કરમાં 14 લોકોના કમકમાટીભર્યા મોત નિપજયાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 40 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાનું જાણવા મળી રહ્યું છે. રેવામાં એક મોટો રોડ અકસ્માત થયો છે. સુહાગી વિસ્તારમાં બસ અને ટ્રોલી વચ્ચે અથડામણમાં 14 લોકોના મોત થયા છે. સ્થાનિક વહીવટીતંત્ર બસના માલિકને શોધી રહ્યું છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. અકસ્માતમાં ઘાયલ વ્યક્તિની હાલતમાં સુધારો થયા બાદ તેની પણ પૂછપરછ કરવામાં આવશે. મધ્યપ્રદેશના રીવામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે.
બસ અને ટ્રોલી વચ્ચેની અથડામણમાં 14 લોકોના મોત થયા હતા. તે જ સમયે 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત શુક્રવારે રાત્રે 10:30 થી 11:00 વાગ્યાની વચ્ચે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, બસ હૈદરાબાદથી ગોરખપુર જઈ રહી હતી. આ દરમિયાન સુહાગી વિસ્તાર પાસે બસ એક ટ્રોલી સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં લાગેલી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો ઉત્તર પ્રદેશના છે.
અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી મચી ગઈ છે. ચારેબાજુ અરાજકતાનું વાતાવરણ ફેસાઈ ગયું છે. તે જ સમયે, સ્થાનિક વહીવટીતંત્ર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બસ ડબલ ડેકર હતી. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યાં આ દુર્ઘટના થઈ તે પહાડી વિસ્તાર છે. મળતી માહિતી મુજબ, બસમાં મોટાભાગે મજૂરો હતા, જેઓ દિવાળી મનાવવા ઘરે જઈ રહ્યા હતા.સ્થાનિક વહીવટીતંત્ર બસના માલિકને શોધી રહ્યું છે. આ સાથે મૃતકના ઘરનું એડ્રેસ પણ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે, જેથી સંબંધીઓને માહિતી મોકલી શકાય. એક અધિકારીના જણાવ્યા અનુસાર મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત સુધર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે.