- “અબતક” આંગણે આયોજક નરેન્દ્રભાઇ સોલંકી તથા કથાકાર રામેશ્ર્વર બાપુ હરીયાણીએ ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય આયોજન
- અંગે આપી માહિતી: અઢારેય વરણના લોકોને દરરોજ બપોરે 3 થી 7 સુધી કથા સાંભળવા તેમજ મહાપ્રસાદ લેવા માટે હૃદ્યપૂર્વકનું આમંત્રણ
શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા દ્વારા રાજકોટમાં લાભ પાંચમથી દેવ દિવાળી સુધી સર્વે પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પી.એન. ટી.વી.શેઠ હાઇસ્કૂલના મેદાનમાં 80 ફૂટનો રોડ વાણીયાવાડી બગીચા સામે દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ જ્ઞાન યજ્ઞમાં આયોજક શ્રી આપાગીગા ઓટલાના મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઈ સોલંકી) તથા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના વિદ્વાન વકતા શ્રી રામેશ્ર્વરબાપુ હરીયાણી દ્વારા આજે ‘અબતક’ની મુલાકાત દરમિયાન સમગ્ર કથાના ઓયજનની તેમજ શ્રીમદ્ ભાગવત વિશેની વિસ્તૃત માહીતીઓ આપવામાં આવી હતી. નરેન્દ્રભાઇ સોલંકીએ જણાવ્યું હતુ કે ભાગવત ગીતા કર્મથી ગંગા, ભક્તિથી યમુના અને જ્ઞાનથી સરસ્વતી છે. આ કથાનું શ્રવણ જીવ માત્રનું કલ્યાણ કરે છે. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારથી લોકો પોતાના પિતૃ દેવના મોક્ષાર્થે અને લોકોની કૃષ્ણ ભક્તિને વધુમાં વધુ દ્રઢ બનાવવા માટે આ આયોજન કરવામાં આવે છે.
આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સમગ્ર રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરમાંથી સમગ્ર સમાજના લોકો દ્વારા ઉત્સાહભેર જોડાવવા માટેની જે તૈયારીઓ કરવામાં આવેલ છે. આ જ્ઞાન યજ્ઞમાં આજ સુધીમાં ખુબજ મોટી સંખ્યામાં કુલ 275 સંખ્યામાં પોથી યજમાનો દ્વારા નોંધાવવામાં આવે છે. તેઓનો અમો આ કાર્યક્રમમાં જોડાવવા બદલ હૃદ્યપૂર્વકનો ખુબ ખુબ આભાર માનીએ છીએ. તેમજ સાથે સાથે જે લોકો દ્વારા પોથી પાટલા નોંધવવામાં આવેલ છે. તે લોકો પોતે પોતાના પરિવાર તેમજ પોતાના કુટુંબીજનો સગા વ્હાલાઓને પણ આ જ્ઞાન યજ્ઞમાં સાથે લઈ આવી શકે છે.
દરરોજ બપોરે સમય 2-30 થી 3-00 વાગ્યા સુધી પોતાના પિતૃઓની પુજાનો સમય રહેશે. પરિવાર જનોના હસ્તે વિદ્વાન આચાર્યશ્રી દ્વારા સ્ટેજ ઉપરથી દરેક પરિવાર સ્વતંત્ર પાટલા પર પૂજન વિધી કરાવવામાં આવશે. શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ અખબારી યાદીમાં જણાવેલ પ્રથમ દિવસે એટલે તા.29ને શનિવારે બપોરે 1-30 વાજતે-ગાજતે શ્રી ધારેશ્ર્વર મંદીર, ભક્તિનગર સર્કલ ખાતેથી પ્રસ્થાન કરી. કથા સ્થળે શ્રી દ્વારકાનગરી શેઠ હાઇસ્કુલના બગીચા સામે શેઠ હાઇસ્કુલમાં પહોચશે. મુળ ઝાલાવડના વતની હાલ અમદાવાદ નિવાસી લોકપ્રિય યુવા વક્તા શ્રી રામેશ્ર્વરબાપુ હરીયાણી સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવશે.દરરોજ કથા શ્રવણ બાદ સાંજે 7 થી 9 વાગ્યા સુધી ઉપસ્થીત તમામ ભાવીકો માટે શુધ્ધ ઘીની મીઠાઇઓ અને ફરસાણ એટલે કે રોજે રોજ સાંજે બે મીઠાઇ, બે શાક, ફરસાણ, રોટલી, રોટલા, દાળ, ભાત, છાશ, સંભાર સાથે ભરપેટ મહાપ્રસાદની દરેક ભાવિકજનો માટે વ્યવસ્થાઓ રાખેલ છે. સૌ ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણ તેમજ મહાપ્રસાદનો લાભ લેવા શ્રી નરેન્દ્રબાપુના હૃદય પૂર્વકનું જાહેર આમંત્રણ છે.
વિશેષ માહીતી માટે નરેન્દ્રભાઈ સોલંકીનું કાર્યાલય, ગોપીનાથ કોમ્પલેક્ષ પહેલા માળે, રાજકોટ ખાતે સમય: સવારે 10 થી 1, સાંજે 3-30 થી 6-30 દરમ્યાન કરવાનો રહેશે.
ડો.રામેશ્વરબાપુનો પરિચય
ભારત ભૂમિ એટલે સનાતન ભૂમિ ભારતની ભૂમિમાં સંતો મહંતો અને કથાકારોએ સનાતન ધર્મ દ્વારા પોતાની આગવી એક ઓળખ ઉભી કરી છે.એમાય ગુજરાતની ભૂમિમાં તો સંતોનું ભજન અને એનાં ઓટલે ભોજન આજે પણ ઈશ્વરના રૂપમાં પીરસાય છે . ગુજરાતની ભૂમિમાં આજે દાનવીરો સંતો મંહતો ભક્તો આજે પણ પૂજાય છે . સનાતન ધર્મને પ્રવાહિત રાખવા સમાજમાં કથાકારોનો બહુ મોટો ફાળો છે કથા સમાજને સાચો રસ્તો બતાવે છે કથા સમાજને સારો માણસ અર્પણ કરવાની ઉમદા રીત છે સમાજના અભ્યુદયમાં કથા અને કથાકારની મોટી ભૂમિકા છે. સ્વસ્થ અને ભદ્ર સમાજ અને શિક્ષિત અને આધ્યાત્મિક સમાજના રચનાકાર કથાકાર હોય છે.
તેવાજ એક અત્યંત સહજ અને સરલ સંત નૂતન સમાજ અને શિક્ષણના શિલ્પકાર કથાકાર એવા પૂજ્ય ડો . રામેશ્વરબાપૂ હરિયાણી જેમનો જીવન સમાજ અને શિક્ષણ માટે સમર્પિત છે જેઓ વિરમગામ તાલુકાના ભાવડા ગામના વતની છે જેમનું જન્મસ્થળ તો સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના શેખપર ગામ છે . બાળપણ સાણંદ ગામમાં વીત્યું . ધર્મધ્વજ વાહક પૂજ્ય બાપૂના માતા પૂજ્યા જનકબહેન અને પિતા પૂજ્ય પુરષોત્તમદાસના આશિર્વાદ અને પ્રેરણાથી તેમણે તેમના સરસ્વતી શોધ અભિયાનની શુભ શરુઆત કરી . આમ સતત સંતો મહંતો અને કેળવણીકારોની વચ્ચે રહી અને અભ્યાસ પૂર્ણ કર્યો . શ્રીભાગવત વિદ્યાપીઠમાં રહીં સતત નવ વર્ષો સુધી વિવિધ શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરી આચાર્યની ઉપાધી પ્રાપ્ત કરી .
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વાર ગુજરાત રાજ્યના રાજ્યપાલ નવલકિશોર શર્માજી ના વરદ હસ્તે મેડલ પ્રાપ્ત કર્યો . આમ વિદ્યાર્થી અવસ્થામાંજ બાપૂમાં એક શૈક્ષણિકસંતના ઉત્તમ લક્ષણો પ્રગટ થયા વિદ્યાયાત્રાને જ પોતાની જીવન યાત્રા બનાવી અને તેમને બી.એડ.ની ઉપાધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેળવી સારસ્વતયાત્રા આગળ વધારતા તેમણે પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે એમ.એડ.ની ડિગ્રી હાસલ કરી . અને પોતાની જાતને શિક્ષણ માટે તૈયાર કરી અને નૂતન સંશોધન અભિગમ માટે તેમણે શ્રીમુરારીબાપુનાં પ્રવચનો અને રામકથામાંથી નિષ્પન્ન થતાં શૈક્ષણિક વિચારો શ્રી મુરારીબાપુના શૈક્ષણિક વિચારો પર સંશોધન કાર્ય કર્યુ અને કહીં શકાય ટ્રસ્ટની સ્થાપના કરી છે જેમાં સમાજના હિત માટે વ્યાસપીઠ (કથા) ના માધ્યમથી અનેક સમાજ સેવાના કાર્યો થતા રહે છે.
આમ પરમ પૂજ્ય રામેશ્વરબાપૂની કરૂણામય વાણી સમાજના દરેક વર્ગને પ્રભાવિત કરે છે. તેમના આદર્શ વિચારો સમાજના અભ્યુદયનું પ્રેરકબળ પુરૂ પાડે છે. તેમનું જીવન યુવાઓને સતત પ્રેરે છે. હાલમાં તેઓશ્રી કથાની સાથે- સાથે શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે ગુજરાતની એક માત્ર સંસ્કૃત માધ્યમની બી.એડ. કોલેજમાં વ્યવસ્થા લઈને શિક્ષણ કાર્ય સુધીની જવાબદારી વહન કરી રહ્યા છે. આમ તેમનું જીવન આધ્યાત્મ, શિક્ષણ અને સમાજનો ત્રિવેણી સંગમ જેવું છે જેમાં સમાજના દરેક વર્ગ સ્નાન કરી પાવન બને છે . આમ આજે પણ પૂજ્યબાપુના જ્ઞાનગંગાનો પ્રવાહ અવિરતપણે વહે છે અને સમાજના લોકોને તારે છે.
આગામી સમયમાં ગુજરાત અને સમગ્ર ભારતમાં પૂજ્ય બાપુની કથાના આયોજનો સુનિશ્ચિત થયેલ છે જેમાં નવા વર્ષની પ્રથમ કથા શ્રીઆપાગીગાના ઓટલા દ્વાર આયોજીત શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ પરમ પૂજ્ય નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુના સાનિધ્યમાં રાજકોટ મુકામે સર્વસમાજના લોકોના પિતૃ મોક્ષાર્થે તારીખ 29-10-2022 થી 04 11-2022 સુધી શેઠ હાઈસ્કુલ મેદાન , ભક્તિનગર સર્કલ , રાજકોટ ખાતે યોજાશે.