મદરેસામાં શિક્ષણની ગુણવતા સુધારવા માટે કરાયેલા સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી !!
ઉત્તર પ્રદેશમાં કરાયેલા સર્વેમાં લગભગ 7500 જેટલા માન્યતા વિનાન મદરેસાઓની ઓળખ કરવામાં આવી છે. યુપી મદરેસા એજ્યુકેશન કાઉન્સિલના અધ્યક્ષ ડો. ઈફ્તિખાર અહેમદ જાવેદે માહિતી આપી હતી કે, તમામ જિલ્લાઓમાં મદરેસાઓના સર્વેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.
રાજ્યભરમાં કરાયેલા સર્વેમાં લગભગ 7500 માન્યતા વિનાના મદરેસાઓની ઓળખ કરવામાં આવી છે. યુપી મદરેસા એજ્યુકેશન કાઉન્સિલના અધ્યક્ષ ડો. ઈફ્તિખાર અહેમદ જાવેદે માહિતી આપી હતી કે તમામ જિલ્લાઓમાં મદરેસાઓના સર્વેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. 15મી નવેમ્બર સુધીમાં સર્વેનો રિપોર્ટ જિલ્લા મેજીસ્ટ્રેટ મારફત સરકાર કક્ષાએ મોકલવામાં આવશે.
સરકાર દ્વારા મદરેસાઓના સર્વેની કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. સાથે જ સર્વેનો રિપોર્ટ 15 નવેમ્બર સુધીમાં જિલ્લા મેજિસ્ટ્રેટએ સરકારને મોકલવાનો રહેશે. ડો.જાવેદે જણાવ્યું હતું કે, મદરેસાઓના સર્વેમાંથી મેળવેલા ડેટાના આધારે ત્યાં ભણતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, તેમનો વધુ સારો વિકાસ થાય અને તેમને દેશ અને સમાજની મુખ્ય ધારામાં લાવવાના પ્રયાસો કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે સર્વેનો સંપૂર્ણ રિપોર્ટ 15 નવેમ્બર સુધીમાં જિલ્લા મેજિસ્ટ્રેટ મારફત રાજ્ય સરકારને મોકલવામાં આવશે.
સર્વેક્ષણમાંથી પ્રાપ્ત માહિતીના આધારે બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની વ્યવસ્થા કરવાની સાથે તેમનો વધુ સારો વિકાસ કરીને તેમને દેશ અને સમાજની મુખ્ય ધારામાં લાવવાના પ્રયાસો કરવામાં આવશે.એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સર્વે અસલી-નકલીના હેતુથી કરવામાં આવી રહ્યો નથી. તેનો ધ્યેય શિક્ષણ અને શિક્ષણના કેન્દ્રોની સંખ્યા, તેમની વ્યવસ્થા વગેરે વિશે સચોટ માહિતી મેળવવાનો હતો જેથી વધુ સારી વ્યવસ્થા કરી શકાય.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર ઉચ્ચ અધિકારીઓને ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં મદરેસાઓના સર્વેને લઈને 11 મુદ્દાઓની તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. જેના કારણે ગુરૂવાર 20 ઓક્ટોબરે યુપીના તમામ મદરેસાઓનો સર્વે પૂર્ણ થઈ ગયો છે.મળતી માહિતી મુજબ મુરાદાબાદમાં 550 થી વધુ માન્યતા વિનાના મદરેસા મળી આવ્યા છે. બસ્તીમાં 360 થી વધુ, લખનૌમાં 100, પ્રયાગરાજમાં 90, આઝમગઢમાં 95, મઉમાં 90 અને કાનપુરમાં 85 થી વધુ મદરેસા મળી આવ્યા છે.