મેલબોર્નમાં વરસાદનો સામનો કરવા માટે ડ્રેનેજ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી વરસાદનો સામનો કરી શકાય
ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ 23 ઓક્ટોબરે એટલે કે રવિવારે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની એક લાખ ટિકિટ વેચાઈ છે. ક્રિકેટના ચાહકો હંમેશા ભારત-પાકિસ્તાન મેચની રાહ જોતા હોય છે. જો કે, મેલબોર્નમાં યોજાનારી આ મેચમાં ચાહકોને નિરાશા પણ મળી શકે છે.ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોઈ રહેલા ક્રિકેટ ફેન્સ નિરાશ પણ થઈ શકે છે. કારણ કે, 23 ઓક્ટોબરે મેલબોર્નમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 70 ટકા વરસાદની આશંકા છે, જેના કારણે મેચમાં અડચણ આવવાની સંભાવના છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની મજા વરસાદ બગાડી શકે છે. મેલબોર્નમાં રવિવાર 23 ઓક્ટોબરે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસે મેલબોર્નમાં વરસાદની 70 ટકા સંભાવના છે. આ સ્થિતિમાં બંને દેશોના ચાહકો નિરાશ થઈ શકે છે. જો કે, મેલબોર્નમાં વરસાદનો સામનો કરવા માટે ડ્રેનેજ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી વરસાદનો સામનો કરી શકાય. જો તે દિવસે હળવો વરસાદ પડશે તો આ મેચ રમાઈ શકે છે.
જો મેચ વરસાદમાં ધોવાઇ જાય તો?
વિશ્વ કપના લીગ તબક્કાની મેચો માટે કોઈ અનામત દિવસ નથી. જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઈ જાય તો બંને ટીમો પોતપોતાની વચ્ચે પોઈન્ટ શેર કરશે. એટલે કે આ મેચને રિ-શેડ્યુલ નહી કરી શકાય. તેથી ભારત અને પાકિસ્તાનને 1-1 મેચ પોઈન્ટ આપવામાં આવશે.