ગ્રાહકોની જાણ બહાર નકલી સોના પર લોન મેળવી અને અન્ય ગ્રાહકના લોનના હપ્તા ચાઉ કરી ગયા
પોરબંદર જિલ્લાના કુતીયાણા ખાતે આવેલી આઇઆઇએફએલ ફાયનાન્સ કંપનીમાં ગ્રાહકોની જાણ બહાર નકલી સોના પર રૂ. 8.44 લાખની લોન મેળવી અને લોનના હપ્તાના રૂ. 4.20 લાખ મળી રૂ. 1ર.64 લાખની બે કર્મચારીએ છેતરપીંડી કર્યાની કુતિયાણા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર કમલાબાગ વિસ્તારમાં રહેતા અને આઇઆઇએફએલ ફાયનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા પરાગ પ્રવિણકુમાર લાલચેતા એ રાણાવાવના હનુમાનગઢ ખાતે રહેતા અને ફાયનાન્સ કંપનીમાં બ્રાંચ મેનેજર કારુ લીલા ગોઢાણીયા અને કુતિયાણાનો અને આસિસ્ટન્ટ વેલ્યુઅર રામ સરમણ ઓડેદરા એ કંપની સાથે રૂ. 12.64 લાખની છેતરપીંડી આચર્યાની ફરીયાદ નોંધાવી છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ગ્રાહકની જાણ બહાર નકલી સોના પર રૂ. 8.44 લાખની લોન લીધી અને ગ્રાહકના લોનના હપ્તાની રકમ રૂ. 4.20 લાખ ફાયનાન્સ કંપનીસમાં જમા ન કરાવી છેતરપીંડી કર્યાનું ઓડીટ રીપોર્ટમાં ખુલતા બન્ને કર્મચારી સામે ગુનો નોંધી ધરપકડ કરવા પી.એસ.આઇ. એ.એ. મકવાણા સહીતના સ્ટાફ દોડધામ આદરી છે.