સ્થાપત્યકલા શિક્ષણક્ષેત્રે દેશભરમાં નામના ધરાવતી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વપ્રથમ સ્નાતક કક્ષાનો સ્થાપત્ય કલા શિક્ષણનો અભ્યાસક્રમ શરૂ કરવાનું બહુમાન ધરાવતી વી.વી.પી. સંચાલિત ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચરએ પોતાના ઉચ્ચ કક્ષાના શૈક્ષણિક ક્રિયાકલાપો સંદર્ભે રાષ્ટ્રીય કક્ષાએ અવ્વલ સ્થાન પણ પ્રાપ્ત કરેલ છે. રાષ્ટ્રહિતને સર્વોપરી માની સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના સાથે કાર્યરત સેકડો ઉત્કૃષ્ઠ આર્કિટેકટસનું નિર્માણ ’ઈપ્સા’ દ્વારા કરવામાં આવેલ છે.
’ઈપ્સા’ના આવાજ કૌશલ્યવાન ભાવિ આર્કિટેકટસ દ્વારા આર્થિક દ્રષ્ટીએ વ્યવહારૂ, પર્યાવરણની દ્રષ્ટીએ ટકાઉ તેમજ કાર્યક્ષમ ડિઝાઈન ધરાવતા વ્યવહારૂ તેમજ નાવિન્યસભર હાઉઝિંગ મોડેલ્સ તથા ડ્રોઈગ્ઝનું પ્રદર્શન તથા વિવરણ કાલથી ’મિનિસ્ટ્રી ઓફ હાઉઝિંગ એન્ડ અર્બન અફેર્સ’ ના વડપણ હેઠળ, શાસ્ત્રી મેદાન, રાજકોટ ખાતે આયોજિત ’ઈન્ડીયન અર્બન હાઉઝિંગ કોન્કલેવ’ અંતર્ગત કરવામાં આવી રહેલ છે જેનો વિશાળ સંખ્યામાં સ્થાપત્યકલા ક્ષેત્રે સંકળાયેલ તજજ્ઞો લાભ લઈ રહેલ છે.
પ્રસ્તૃત આયોજનને સફળ બનાવવા સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા તથા ટ્રસ્ટીગણ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવેનાં વડપણ તથા ઈપ્સાનાં નિયામક આર્કિ. કિશોરભાઈ ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ સંસ્થાનાં આચાર્યઆર્કિ.દેવાંગ પારેખ, આર્કિ.હકીમુદીન ભારમલ, આર્કિ.રૂષિકેશ કોટડીયા, આર્કિ.ગૌરવ વાઢેર તથા ટીમ જહેમત ઉઠાવી રહેલ છે. સંસ્થાનાં આચાર્ય આર્કિ.દેવાંગભાઈ પારેખએ બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલ જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે.