વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીના કાયદાની જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંગળવારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા. જેની માહિતી રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી હતી. ઇમ્પેક્ટ ફીને લઈને ગુજરાત સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા બાંધકામ નિયમિત કરવા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 1 ઓકટોબર 2022 પહેલાના બાંધકામોને ઇમ્પેક્ટ ફીમાં લાભ મળશે. ઈમ્પેક્ટ ફીની રકમથી જે-તે શહેરની આંતરમાળખાકીય સવલતો ઉભી કરવામાં આવશે. અનઅધિકૃત બાંધકામો નિયમબદ્ધ કરવા એક વટ હુકમ બહાર પાડયો છે. જનતાના હિતમાં આ મહત્ત્વનો નિર્ણય લીધો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2011માં અનેક જગ્યાએ અનધિકૃત બાંધકામ થયા હતા. જેથી જનતાની ઈચ્છા હતી કે આ મામલે સરકાર ત્વરિત કોઈ નિર્ણય કરે જેથી આ વટહુકમથી લોકોને ખૂબ મોટો ફાયદો થશે. 2011માં આ પ્રકારનો વટ હુકમ નરેન્દ્રભાઈ લાવ્યા હતા. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે નિર્ણય લીધો હતો. હવે ભૂપેન્દ્ર પટેલે આવો નિર્ણય કર્યો છે. 1-10-2022 પહેલાના બાંધકામોને આ નિયમોનો લાભ મળશે. તમામ મહાનગર પાલિકા, નગર પાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળોને આ વટહુકમ લાગુ પડશે. રેરા કેન્દ્ર હસ્તક હોવાથી તેમાં લાભ નહીં મળે. 50% જગ્યા પાર્કીંગ માટે આપવાની રહેશે.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઇમ્પેક્ટ ફીમાં રાજ્ય સરકારનો કમાણીનો કોઈ ઈરાદો નથી. આમાંથી થનારી આવક જે તે વિસ્તારના માળખાકીય વિકાસ માટે વપરાશે. બાંધકામ નિયમિત કરવા અરજી કરવાની રહેશે, ફી ભરવાની અને મંજૂરીની તમામ પ્રક્રિયા પોર્ટલ પર ઓનલાઈન કરી શકાશે. 50 એમ માટે 3000 રૂ. ફી, 50-100 એમ માટે 6 હજાર, 200 એમ માટે 12 હજાર, 300 એમ માટે 18 હજાર, રહેણાંક મિલ્કતો માટે, બિન રહેણાંક માટે બમણો ચાર્જ રહેશે. અરજી કરવા માટે 4 મહિનાનો સમય રહેશે. જ્યારે ફી ભરવા માટે 2 મહિનાનો સમય રહેશે.
સંબંધિત સત્તામંડળ દ્વારા બિનઅધિકૃત બાંધકામોને દૂર કરવા, ઉતારી પાડવા અથવા અન્ય ફેરફાર કરવા ગુજરાત પ્રોવિન્સીઅલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ, 1949 અથવા ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ, 1976 મુજબ નોટીસો આપવામાં આવેલ છે. પરંતુ, આ નોટીસોના અનુસંધાને સંબંધિતો દ્વારા જરૂરી પગલા લેવાનુ કે પૂર્તતા કરવાનુ સંપૂર્ણત: શક્ય બનેલ નથી. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, રાજ્ય સરકારે અગાઉ સને 2001 અને 2011માં અનઅધિકૃત બાંધકામને નિયમીત કરવા માટેના કાયદા અમલમાં લાવવામાં આવેલ, જેના આધારે કેટલાક બાંધકામો નિયમિત થયેલા છે.
તેમ છતાં, ઘણા બિનઅધિકૃત બાંધકામો નિયમિત થઇ શકેલ નથી તેમજ વપરાશની પરવાનગી મેળવી શકેલ નથી, તે પણ ધ્યાનમાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર બાબતે સંપૂર્ણ માનવીય અભિગમ અપનાવીને રાજ્યના લાખો પરિવારોને આવાસ-સુરક્ષા આપવા આ ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતના વટહુકમ-2022નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
પાર્કિંગ માટે કંઇ પધ્ધતિ અપનાવવી પડશે?
પાર્કિંગની જોગવાઇ પૈકી 50 ટકા પાર્કિંગ માલિક, કબ્જેદાર જે-તે સ્થળે પ્રથમ પૂરી પાડવાની રહેશે. જો સ્થળે શક્ય ન હોય ત્યારે સત્તામંડળ આવી સુવિધા 500 મીટરની ત્રિજ્યામાં 3 માસમાં પૂરી પાડવા જણાવશે. બાકીના 50 ટકા ખૂટતા પાર્કિંગ માટે ફી લઇને બાંધકામ નિયમિત કરી શકાશે. રહેણાંક વિસ્તારમાં ખૂટતાં પાર્કિંગના કિસ્સામાં 15 ટકા જંત્રી આપવી પડશે, બિન રહેણાંક વિસ્તારમાં ખૂટતા પાર્કિંગ માટે 30 ટકા જંત્રી આપવી પડશે.
સરકારે કરેલી જાહેરાતના મહત્વના મુદ્દા
- – રાજ્ય સરકારે બાંધકામોને કાયદેસર કરવા માટે વટહુકમ બહાર પાડ્યો.
- – નિયમ અસર ફી ભરીને બાંધકામો માન્ય કરી શકાય છે.
- – 1 ઓક્ટોબર 2022 પહેલાના બાંધકામોને ઈમ્પેક્ટ ફીનો લાભ મળશે.
- – આ નિયમ તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓમાં લાગુ થશે.
- – સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય રેરા સિવાયના તમામ બાંધકામોને લાગુ પડશે.
- – જોકે, 50 ટકા પાર્કિંગ ફરજિયાત રીતે જાળવવાનું રહેશે.
- – અરજી અને ફીની ચુકવણી 19-10-2022 સુધીમાં ઓનલાઇન કરી શકાશે.
- – 24 કલાક ઘરે બેઠા કરી શકાશે અરજી.
- – 50 ચોરસ મીટરની નિયત ફી ત્રણ હજાર રૂપિયા, તેનાથી વધુ જમીન તેના ગુણાંકમાં નિયમિત કરી શકાશે.
- – 100 થી 200 ચોરસ મીટર માટે 12 હજાર રૂપિયા સુધીની ફી ભરીને નિયમિત બાંધકામ કરી શકાય છે.
ફી પાર્કિંગ સિવાય માટે
ફી સહિતના અમલ માટેની સમય મર્યાદા કેટલી રહેશે?