18 ઓક્ટોબરથી સીએનજીની કિંમતમાં રૂ.7.82 પ્રતિ કિલોગ્રામ સુધીનો ઘટાડો

અબતક, રાજકોટ

અદાણી ટોટલ ગેસ ગુજરાત સરકારના સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અને હોમ પીએનજી (પાઈપ્ડ નેચરલ ગેસ) પર વેટ 15% થી ઘટાડીને 5% કરવાના નિર્ણયને આવકારે છે. આ નિર્ણયથી સીજીડી (સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન) ઉદ્યોગને સીએનજી અને હોમ પીએનજીના ભાવમાં મધ્યસ્થી કરવામાં મદદ મળશે અને સીએનજી તેમજ ઘરેલું ગેસ ગ્રાહકો પરનો બોજ હળવો થશે.

નવા ભાવ આ મુજબ છે. જેમાં અમદાવાદમાં રૂ.86.9ને બદલે 79.74 ભાવમાં 7.56 રૂપિયાનો ફાયદો થશે. વડોદરામાં રૂ.84.15ને બદલે 76.83 ભાવમાં 7.32 રૂપિયાનો ફાયદો થશે. પોરબંદરમાં રૂ.89.9ને બદલે 82.02 ભાવમાં 7.82 રૂપિયાનો ફાયદો થશે. ગ્રાહકલક્ષી નીતિને અનુસરીનેઅદાણી ટોટલ ગેસે આ વેટ ઘટાડાનો સંપૂર્ણ લાભ છેવાડાના ગ્રાહકો સુધી પહોંચાડશે. ગુજરાતના ગ્રાહકો માટે 18 ઑક્ટોબર 2022થી સીએનજીની કિંમતમાં રૂ.7.82 પ્રતિ કિલોગ્રામ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ જ દિવસથી હોમ પીએનજી ગ્રાહકોને પણ આ વેટ ઘટાડાનો સંપૂર્ણ લાભ મળશે. ગેસના ભાવમાં થયેલા આ ઘટાડાથી ગુજરાતમાં અદાણી ટોટલ ગેસના લાખો ગ્રાહકોને નોંધપાત્ર બચત થશે.અદાણી ટોટલ ગેસ લીમીટેડ દેશભરમાં 5.6 લાખથી વધુ ઘરેલું ગ્રાહકો, 4 હજારથી વધુ વ્યાપારી ગ્રાહકો, 1800 ઔદ્યોગીક ગ્રાહકો અને 349 સીએનજી સ્ટેશનોને પીએનજી અને સીએનજી અને સપ્લાય કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.