જાહેરસભામાં ગોરધનભાઈ ઝડફીયા, ડો.ભરત બોઘરા સહિતનાની ઉપસ્થિતિ
ભાજપ ની ગૌરવ યાત્રા ગોંડલ પંહોચી ત્યારે માંડવીચોક માં યોજાયેલ જાહેર સભા માં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિહ શેખાવતે કેજરીવાલ ને આડેહાથ લઈ મદારી કહ્યા હતા.તેમણે કહ્યુ કે દિલ્હી થી એક મદારી ગુજરાત મા આવ્યો છે.પણ તેની ડુગડુગી ગુજરાત ની જનતા નહી સાંભળે.લોકોએ આ માણસ ને ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા માથી તગેડી મુક્યો છે.ગુજરાત મા પણ એજ હાલત થશે. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા એ કહ્યુ કે કોંગ્રેસ ની સરકાર સમયે 450 ગામડાંઓ મા ટેન્કર થી પાણી પહોંચતા.ભાજપ સરકારે દોઢ લાખ કીમી.પીવા ના પાણી ની પાઇપલાઇન નાખી છે. નમઁદા નુ પાણી વેડફાઇ ને દરિયા મા જતુ હતુ.નરેન્દ્ર મોદીએ સૌની યોજના દ્વારા 115 ડેમ છલોછલ કરી પાણી ના દુષ્કાળ ને ભુતકાળ બનાવ્યો છે.તેમણે કહ્યુ કે આગામી ચુંટણીઓ મા બહુમતી સાથે ગુજરાત મા સાતમી વખત ભાજપ ની સરકાર સતા ગ્રહણ કરશે.જે દેશ મા રેકર્ડ ગણાશે.
ડો.ભરત બોઘરા એ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે કોંગ્રેસ ના સાશનકાળ મા સીમચોરીઓ ખેડુતો ની ઉંઘ હરામ કરી દેતી.એ સમયે પોરબંદર સહિત ગુંડાગીરી ફુલીફાલી હતી.ત્યા સુધી કે જેલ મા ગુંડાઓ ને કોંગ્રેસ ટીફીન પહોચતું કરતી હતી.27 વર્ષ પહેલા ના કોંગ્રેસ ના કરતુતો ને ગુજરાત ભુલ્યુ નથી.પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ લલકાર સાથે કહ્યુ કે 182 વિધાનસભા પૈકી કોંગ્રેસ મુકત ગોંડલ વિધાન સભા છે.પહેલુ કમળ ગોંડલ થી ખીલશે. ગૌરવયાત્રા સવારે સુરેશ્રવર ચોકડી પહોંચી ત્યારે તેનુ દબદબાભેર સારવાર કરાયુ હતુ.બાદ મા ભાજપ ના કાયઁકર્તાઓ દ્વારા બાઇકરેલી સાથે ગૌરવ યાત્રા મા સામેલ થઈ માંડવીચોક પંહોચ્યા હતા. ભગવતપરા સહિત માગઁ મા ઠેરઠેર સ્વાગત કરાયુ હતુ.ઠેરઠેર ભાજપ ની ઝંડીઓ,બેનર દ્વારા શણગાર કરાયો હતો.આયોજન ને સફળ બનાવવા જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)ની આગેવાની હેઠળ પ્રવિણભાઈ રૈયાણી,ઓમદેવસિંહ જાડેજા,ગૌતમભાઇ સિંધવ સહિત પાલીકા સદસ્યો,અશોકભાઈ પિપળીયા,અલ્પેશભાઈ ઢોલરીયા,પ્રફુલભાઈ ટોળીયા, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત, પિન્ટુભાઈ ચુડાસમા,અશોકભાઈ પરવડીયા, ભાગઁવભાઇ આંદિપરા, યુવા ભાજપ ના રવિભાઈ કાલરીયા,જયદિપસિંહ જાડેજા, સમીરભાઈ કોટડીયા,સહિત કાયઁકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી.