- જુનાગઢ,ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના 2400 કરોડના વિકાસ કામોનો કરાવશે આરંભ:જંગી જાહેર સભા સંબોધશે
- રાજકોટ શહેર-જિલ્લા અને મોરબી જિલ્લાના 7710 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે: રાજકોટમાં ભવ્ય રોડ-શો
- રાજકોટના ગઢકામાં 119 એકરમાં 20 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતાવાળા અમુલના પ્લાન્ટનું ખાતમુહૂર્ત મોરબીમાં મેડિકલ કોલેજ, ફોરલેન રોડ, રેલવે ઓવરબ્રિજ અને નવી જિલ્લા કોર્ટ કચેરી સહિતના વિકાસકાર્યનો આરંભ કરાવશે
ગુજરાત વિધાનસભાની ચુંટણીની તરીખોનું એલાન થાય તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલથી ફરી બે દિવસ સૌરાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાતે આવી રહયા છે.પીએમ કાલે જૂનાગઢમાં જંગી જાહેર સભા સંબોધશે.જ્યારે રાજકોટમાં. ભવ્ય રોડ-શો કર્યા બાદ રેસકોર્સમાં જાહેર સભા ગજાવશે. નેશનલ હાઉસીંગ કોંકલેવમાં પણ તેઓ હાજરી આપશે.
આવતીકાલે સવારે વડાપ્રધાનનું અમદાવાદમાં આગમન થશે.પીએમ અમદાવાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ બપોરે જૂનાગઢ આવશે. વડાપ્રધાન દ્વારા જૂનાગઢમાં 4હજાર કરોડના વિકાસ કામોનો આરંભ કરાવાશે. કૃષિ યુનિવર્સિટી ખાતે બપોરે 1.30 કલાકે જાહેર સભા ગજાવશે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 2018 બાદ જૂનાગઢ પધારતા હોઇ તેમને આવકારવા વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેર સભા કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે બપોરે 1.30 કલાકે યોજાશે. તેઓ જૂનાગઢ, ગિર સોમનાથ અને પોરબંદર જિલ્લાના રૂ.4 હજારથી પણ વધુ વિકાસ કામોની જાહેરાત કરાશે. જે પૈકી આ ત્રણયે જિલ્લાના રૂ. 2400 કરોડના વિકાસ કામોનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જૂનાગઢ ખાતેથી કરાવાશે.ત્યાર બાદ બપોરે 5 વાગ્યે રાજકોટમાં આગમન થશે તેઓ એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી ભવ્ય રોડ-શો યોજશે જેમાં અલગ-અલગ 62 સ્ટેજ બનાવવામાં આવ્યા જ્યાં વિવિધ સમા દ્રારા પીએમને ઉમળકાભેર આવકારશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટમાં જાહેર સભા પૂર્વ રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં રૂ.7710 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજકોટ જિલ્લાને અમુલ પ્લાન્ટ સહિત કુલ રૂ.4309 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. જ્યારે મોરબી જિલ્લામાં વડાપ્રધાન રૂ.2738 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે. અન્ય જીલ્લાના રૂ.663 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે. છેલ્લા એક વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે અને વિવિધ ક્ષેત્રે સુવિધાઓ વિકસિત કરવા માટે જરૂરી આધાર નિર્માણ કર્યો છે.
તેના લીધે ગુજરાતની વિકાસયાત્રા અવિરતપણે ચાલી રહી છે.રાજકોટમાં જે વિકાસકાર્યોનું લોકાર્પણ થવાનું છે.જેમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ, હોસ્પિટલ ચોક બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ, નાનામવા બ્રિજ, સાયન્સ મ્યૂઝિયમ, મેજર બ્રિજ સાથેનો 4-લેન પરાપીપળીયા રોડ , આરએમસી બાઉન્ડ્રી(જામનગર રોડ) થી એઈમ્સ સુધીનો 6-લેન ડીપી રોડ અને. લોકાર્પણ કાર્યો કુલ ₹336 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે. તે સિવાય વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં જેતપુર-ગોંડલ-રાજકોટ 6 લેનના રોડને પહોળો કરવામાં આવશે. ગઢકા ખાતે અમુલનો પ્લાન્ટ, જીઆઇડીસી (નાગલપર, ખીરસરા-2, પીપરડી, તથા અન્ય જીઆઈડીસીઓ), રેલવેમાં પેસેન્જર સુવિધાઓ, ગોંડલ અને મચ્છુ-1ની રિમોડલીંગ વોટર સપ્લાય સ્કીમ, રાજકોટ શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નિર્મલા રોડ પર ફાયર સ્ટેશન, ભીમનગર બ્રિજ મોટા મવા બ્રિજને પહોળો કરવાની કામગીરી, ભાદર નદી પર એપ્રોન અને બન્ને તરફ સુરક્ષાની કામગીરી, કુંઢેચ ચેકડેમ પર રિપેર અને સુરક્ષાની કામગીરી અને વડલા ચેકડેમ નિર્માણ, મોવિયા-શિવરાજગઢ રોડ અને ખાંભલા-વાજડી-વેજાગામ રોડ સહિતના તેમજ અન્ય કાર્યો સામેલ છે. કુલ રૂ.5762 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
રાજકોટમાં રેલવે સહિત પંચાયત, સહકાર, સ્વાસ્થ્ય અને રોડને લગતા વિવિધ રૂ.649 કરોડના વિકાસકાર્યોની જાહેરાત કરવામાં આવશે. જેમાં રેલવેમાં રાજકોટ-જામનગર સ્ટેશન રિડેવલપમેન્ટ, મકાનસર ગતિ શક્તિ ટર્મિનલની જાહેરાત થશે. તે સિવાય ગોંડલમાં ટેક્નોલોજી હબ સેન્ટર, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ રોડનો વિકાસ, ગોમતા-નિલખા-ભાદર ડેમ રોડ પહોળો કરવાની કામગીરી, લિલખા-દેવલા-સુલતાનપુર રોડને પહોળો કરવાની કામગીરી, રંગપર પાસે નદી પરના પુલનું પુન:નિર્માણ, રાજકોટમાં ચિલિંગ અને ઓટોમેશન ડેરી પ્લાન્ટનું વિસ્તરણ તેમજ વિસામણ અને ભરૂડીમાં 66 કેવી સબસ્ટેશનનો સમાવેશ થાય છે. તે સિવાય ઢેબર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે. મોરબીમાં રૂ.2738 કરોડના ખર્ચે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે.જેમાં મોરબીમાં મેડીકલ કોલેજ, મોરબી-હળવદ રોડ તથા મોરબી-જેતપર રોડને ચાર લેન કરવાની કામગીરી, નવી જિલ્લા કોર્ટ બિલ્ડિંગ, સરકારી ક્વાર્ટર અને ઓફિસર્સ રહેણાકો તેમજ ટંકારામાં નવી કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવાના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તે સિવાય વાંકાનેર-નવલખી રેલવે લાઇન પર રેલવે ઓવરબ્રિજ નિર્માણની જાહેરાત કરવામાં આવશે.
- આચાર સંહિતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છેલ્લો ગુજરાત પ્રવાસ?
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલથી ફરી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વ તેઓ છેલ્લા ઘણા સમયથી દર સપ્તાહે ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ અને ઝોનમાં પીએમના હસ્તે અબજો રૂપીયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું અને જાહેરસભા સંબોધવામાં આવે છે. આગામી 22મી ઓક્ટોબર અથવા મોડામાં મોડી 29 ઓક્ટોબરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવશે. દરમિયાન આવતીકાલથી બે દિવસનો વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ છેલ્લો હોવાનું મનાય રહ્યું છે. દિવાળીના તહેવારોમાં લોકો ફેસ્ટીવલ મુડમાં હોય જો કોઇ રાજકીય કે ચૂંટણીલક્ષી કાર્યક્રમ આપવામાં આવે તો તેમા ધારી મેદની એકત્રીત થઇ શકતી નથી. આવામાં બુધવાર અને ગુરૂવારનો પીએમનો ગુજરાત પ્રવાસ આચાર સંહિતા પહેલાનો અંતિમ પ્રવાસ મનાય રહ્યો છે. હવે એકાદ પખવાડીયામાં ગમે ત્યારે ચૂંટણીની ઘોષણા કરી દેવામાં આવશે.
- પીએમની સુરક્ષા માટે અભેદ્ય કિલ્લેબંધી
- પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, 8 ડીસીપી, 51 પીઆઇ, 156 ફોજદાર સહિત 3100 જવાનો બંદોબસ્તમાં જોડાશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રાજકોટના રોડ શો અને શાસ્ત્રી મેદાનમાં સભા દરમિયાન કોઇ અનિચ્છની બનાવ ન બને તેની તકેદારી માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે અભેદ સુરક્ષા વ્યવસ્થાની સ્ક્રીમને આખરી ઓપ આપ્યો છે. રોડ શો અને સભામાં બહારગામથી મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાથી તમામના વાહનોને જુદા જુદા 23 સ્થળો પાર્કીગ માટે નક્કી કરાયા છે. કોઇ સ્થળે ટ્રાફિક જામ ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે. તેમજ સ્નેફર ડો, બોમ્બ ડીસ્પોઝર સ્કર્વોડ, હોમગાર્ડ, ટ્રાફિક બિગ્રેડ, મહિલા પોલીસ સ્ટાફ લઇ પોલીસ કમિશનર સુધીના પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાવાના છે. અને સમગ્ર બંદોબસ્તનું બે વખત રિહર્સલ પણ કરવામાં આવ્યું છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે રાજકોટ પધારી રહ્યા છે એરપોર્ટથી રેસકોર્ષ સુધી રોડ શો, સભા અને શાસ્ત્રી મેદાનના કાર્યક્રમમાં પીએમની સુરક્ષા માટે પોલીસ કમીશનર રાજુ ભાર્ગવના સીધા માર્ગદર્શન હેઠળ 8 ઉઈઙ, 51 ઙઈં, 156 ઙજઈં સહીત 3100થી વધુ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોખંડી સુરક્ષા વ્યવસ્થાના નીરીક્ષણ અર્થે આજે બે વખત રિહર્સલ પણ કરવામાં આવશે. પીએમ મોદીના આગમન પૂર્વે તેમની સુરક્ષાને ધ્યાને લઈ એક સપ્તાહથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
એસપીજી કમાંડોના સુરક્ષા ચક્ર સાથે શહેરના એરપોર્ટથી રેસકોર્ષ સુધીનો રોડશો યોજાનાર હોય ત્યાર બાદ સભા અને તે પછી શાસ્ત્રી મેદાન ખાતે કાર્યક્રમ હોય સમગ્ર કાર્યક્રમમાં શહેર પોલીસ કમીશનરની રાહબરીમાં 1 જેસીપી, 8 ડીસીપી. 16 ડીવાયએસપી, 51 પીઆઈ, 156 પીએસઆઈ, 1320 એઅસઆ, એચસી, પીસી, 177 મહીલા પોલીસ, 284 એસ. આર.પી. જવાન, 505 હોમગાર્ડ, 658 ટ્રાફીક બ્રીગેડ સહીત 3177થી વધુ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજે સવારે અને સાંજે રિહર્સલ પણ કરવામાં આવશે. પીએમના કાર્યક્રમમાં લાખોની મેદની એકઠી થવાની હોવાથી વાહન વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફીકજામની સ્થિતી ન ઉદભવે તે માટે કાર્યક્રમમાં આવતા લોકોના બસ, કાર, રીક્ષા, બાઈક સહીતના વાહનો માટે 23 સ્થળોએ પાર્કીંગની સુવીધા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં રેસકોર્ષ ક્રીકેટ ગ્રાઉન્ડ પાસે, બહુમાળી ભવન, વીરાણી હાઈસ્કુલ, ડીએચ કોલેજ, ઈન્ડોર સ્ટેડીયમ, બાલભવન પાસે, ઈન્કમ ટેક્ષ ઓફીસ પાછળ સહીત 23 જેટલા સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે.
- નરેન્દ્રભાઇ મોદી પાંચ કલાક સૌરાષ્ટ્રમાં રોકાશે
બપોરે 3.05 કલાકે જુનાગઢ પહોંચશે રાત્રે 8.15 કલાકે રાજકોટ એરપોર્ટ પરથી લેશે વિદાય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે ફરી એકવાર માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓનું બુધવારે સવારે દિલ્હિથી અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે સવારે 9.45 કલાકે બાય રોડ પી.એમ. મહાત્મા મંદિરે પહોચશે અને અહીં આશરે બે કલાક સુધી ડિફેન્સ એકસ્પોમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ અડાલજ ત્રિ મંદિર ખાતે પહોંચશે અહીં તેઓના હસ્તે મિશન સ્કૂલ્સ ઓફ એકસ લન્સનું લોન્ચીંગ કરશે.બપોરે ફરી તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યાંથી બપોરે 2.20 કલાકે રાજકોટ એરપોર્ટ પર પહોંચશે અહીંથી પી.એમ. હેલેકોપ્ટર દ્વારા જુનાગઢ જશે જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરી જાહેર સભાને સંબોધશે અને સાંજે ફરી હેલીકોપ્ટર મારફત રાજકોટ આવી પહોચશે રાજકોટમાં સાંજે 5.30 થી 6 કલાકે દરમિયાન એરપોર્ટથી રેસકોર્ષ રીંગ રોડ સ્થિત પોલીસ હેડ કર્વાટર થઇ સભા સ્થળ સુધી ભવ્ય રોડ શો યોજાશે. રેસકોર્ષ સભા સ્થળ ખાતે તેઓ સવા કલાકનો સમય ગાળશુે અને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.કાલે સાંજે શાસ્ત્રી મેદાનમાં યોજનારી ત્રણ દિવસીય નેશનલ અર્બન હાઉસીંગ કોન્કલેવમાં ઉ5સ્થિત રહેશે અને રાત્રે 8.15 કલાકે ફરી રાજકોટ એરપોર્ટથી પ્લેન મારફત દ્વારા અમદાવાદ જવા રવાના થશે સૌરાષ્ટ્રમાં પી.એમ. પાંચ કલાકથી વધુ સમય રોકાશે.