સૌ.યુનિ. ખાતે પેપરલીક મામલે આજરોજ એનએસયુઆઇ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં એનએસયુઆઇના કાર્યકર્તાઓએ કુલપતિ હાય હાયના નારા લગાવ્યા હતા અને કુલપતિના રાજીનામાની માંગ કરી હતી. ઉપરાંત કાચ તોડી પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભારે ઓહાપોહ થતા પોલીસે તમામ એનએસયુઆઇના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. વિરોધને પગલે કુલપતિ યુનિવર્સિટી ખાતે ડોકાયા પણ ન હતા.