તરૂણને ધોકા વડે માર મારતા હોસ્પિટલમાં ખસેડાયો: ઉછીના આપેલા રૂ.5.70 લાખ પરત ન આપવા તરકટ રચ્યાનો આક્ષેપ

અબતક રાજકોટ

રાજકોટમાં પારિવારિક ઝઘડામાં બે બહેનોએ ધોકા વડે માસુમ બાળકને ફટકારતા તરુણને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાળકના નાનીએ બંને બહેનો પર આક્ષેપ કર્યો હતો કે ઉછીના આપેલા રૂ.5.70 લાખ પરત ન આપવા માટે તેના દોહિત્ર પર હુમલો કર્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મૂજબ રાજકોટમાં મિલપરા-25માં રહેતા અને હાલ નાની મધુબેન સાથે આનંદનગરમાં વિશ્વજીત અનિલભાઈ ઠક્કર નામના 12 વર્ષીય તરુણ પર તેના પાડોશમાં રહેતી સલમા અને શબીરાએ ધોકા વડે હુમલો કરતા તરુણને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગે નાની મધુબેને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓએ સલમાને રૂ.5.70 લાખ ઉછીના આપ્યા હતા જે પરત ન કરવા પડે એટલે તેણીએ આવું તરકટ રચ્યું હતું. જ્યારે 29 વર્ષ પહેલાં મધુબેનના પતિ સાથે થયેલા છૂટાછેડામાં પણ સલમા જ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.

પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.