150 ફૂટ રીંગ રોડ પર ફૂડ શરૂ કરવા, ડામર એક્શન પ્લાન મંજૂર કરવા, વોર્ડ નં.10માં નવો બગીચો બનાવવા, પીપીપીના ધોરણે 13 સર્કલો ડેવલપ કરવાનો કોન્ટ્રાક્ટ આપવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે
દિવાળી બાદ ગમે ત્યારે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખનું એલાન કરી દેવામાં આવશે. આચાર સંહિતામાં વિકાસ કાર્યો અંગે કોઇ નિર્ણય લઇ શકાતો નથી. આચાર સંહિતા અમલમાં આવે તે પૂર્વે આગામી સોમવારે ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી જમ્બો બેઠક યોજાશે. જેમાં રેકોર્ડબ્રેક 109 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે અને કરોડો રૂપિયાના વિકાસકામોને બહાલી આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન દિવાળી બાદ ગમે ત્યારે કરવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે. આચાર સંહિતાનામાં વિકાસ કામો પર વિપરિત અસર ન પડે તે માટે જે કામોના ટેન્ડર ફાઇનલ થયા છે તેને મંજૂર કરવા માટે આગામી સોમવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે.
જેમાં અલગ-અલગ 109 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. શહેરના અલ્કાપુરી સોસાયટી પાસેનો ગાર્ડન પીપીપીના ધોરણે આપવા, અમીન માર્ગ કોર્નર પર ફૂડકોર્ટ શરૂ કરવા, સ્પોર્ટ્સ કાર્નિવલનો ખર્ચ મંજૂર કરવા, વોર્ડ નં.3માં નવી વોર્ડ ઓફિસ બનાવવા, સેનિટરી સબ ઇન્સ્પેક્ટર અને ટેકનિકલ આસિસન્ટન્ટ (ટેક્સ)ની ભરતીના નિયમમાં સુધારો કરવા, વર્ક આસિસન્ટન્ટ (ઇલેક્ટ્રીક)ની જગ્યા માટે રીક્રૂટમેન્ટ રૂલમાં સુધારો કરવા, વોર્ડ નં.10માં નવો બગીચો બનાવવા, ત્રણેય ઝોનના ડામર રિ-કાર્પેટનો એક્શન પ્લાન મંજૂર કરવા, અલગ-અલગ 13 સર્કલોને જનભાગીદારીથી ડેવલપ કરવા સહિતની અલગ-અલગ 109 દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવશે. દિવાળીના તહેવાર પૂર્ણ થતાંની સાથે જ ગમે ત્યારે આચાર સંહિતા અમલમાં આવી જાય તેવી સંભાવના જણાઇ રહી છે.
આવામાં વિકાસ કાર્યો અટકે નહી અને મંજૂર થયેલા કામો ઝડપથી શરૂ કરી શકાય તે માટે સોમવારે જમ્બો સ્ટેન્ડિંગ બોલાવવામાં આવી છે. જેમાં અત્યાર સુધીની રેકોર્ડબ્રેક કહી શકાય તેટલી 109 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. જનરલ બોર્ડની બેઠક પણ આવતા મહિને મળનાર છે. જે માત્ર ‘વંદે માતરમ્’ના ગાન પૂરતી સીમીત રહે તેવી સંભાવના છે. કારણ કે નવેમ્બર માસમાં ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોય કોઇ નિર્ણય નહીં લઇ શકાય. 19મીએ વડાપ્રધાન રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારબાદ દિવાળીના પર્વ શરૂ થઇ જશે. આવામાં તહેવારોમાં સ્ટેન્ડિંગ ન બોલાવવી પડે તે માટે સોમવારે મીટીંગ બોલાવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
દિવાળી પહેલા રાજમાર્ગોને ડામરથી મઢવાનું કરાશે શરૂ
ભારે વરસાદના કારણે શહેરના રાજમાર્ગોને ભારે નુકશાની થવા પામી છે. વરસાદે વિરામ લેતાની સાથે પેચવર્કના કામો શરૂ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન આગામી સોમવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં રસ્તાઓને ડામરથી મઢવા માટે રૂ.30 કરોડનો એક્શન પ્લાન મંજૂર કરવામાં આવશે. ઇસ્ટ ઝોનના રસ્તાઓને ડામરથી મઢી દેવાનો કોન્ટ્રાક્ટ 7.14 ટકા વધુ ભાવ સાથે પવન ક્ધસ્ટ્રક્શન કંપનીને આપવામાં આવશે. જ્યારે વેસ્ટ ઝોનનો કોન્ટ્રાક્ટ પણ આજ કંપનીને સોંપવામાં આવશે. સેન્ટ્રલ ઝોનનો કોન્ટ્રાક્ટ 8.91 ટકા વધુ ભાવ સાથે શ્રીરાજ ચામુંડા ક્ધસ્ટ્રક્શન કંપનીને આપવામાં આવશે.Wedding Carnival by