લગ્નની સુવિધાઓ માટે એક જ સ્થળ પર વિવિધ પ્રકારના સ્ટોલનો સંગમ
આપણા દેશમાં લગ્ન એ તહેવારથી કંઈ ઓછો નથી હોતો. વિવિઘ સંસ્કૃતિને અનુરૂપ વિવિઘ રીતે લગ્નની ઊજવણી કરવામાં આવતી હોય છે જ્યારે આજના આધુનિક સમયમાં લગ્ન સમારંભ માટે વિવિધ પ્રકારના ગારમેન્ટ તેમજ ડેકોરેશન માટે માતા પિતાએ અલગ અલગ જગ્યાએ ફરવું પડતું હોય છે.
ત્યારે ફિનિક્સ રિસોર્ટ દ્વારા વેડિંગ કાર્નિવલ 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જેના કારણે એક જ સ્થળ પરથી દરેક પ્રકારની લગ્ન માટેની સવલતો મેળવી શકાય.
ડિઝાઇન, સેવા અને શુઘ્ધતા એ અમારો મુખ્ય હેતું: હરેશ સોની
પ્રેમજી વાલજીના માલિક હરેશ સોનીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી બ્રાન્ડ છેલ્લા 75 વર્ષથી ચાર પેઢીથી ગ્રાહકોને સેવા પૂરી પાડી રહી છે તથા ફક્ત દુલ્હન માટે જ નહીં પરંતુ કોઈ પણ પ્રકારની જ્વેલરી તેમજ આજના યુગમાં ગ્રાહકોની માંગને આધારે વિવિધ પ્રકારની ડિઝાઈનર જ્વેલરીઝ પણ અમારા સ્ટોર પરથી દરેક પ્રકારની રેન્જમાં મળી રહે છે. વધુંમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણ ત્રણ પેઢીથી અમારા રેગ્યુલર ગ્રાહકો છે જેનું મુખ્ય કારણ અમારા દ્વારા પૂરી પાડવામાં આવતી સેવા છે. ડાયમંડ , પોલકી, કુંદન, જડાઉ જેવી અલગ અનેક પ્રકારના આભૂષણોનો સંગ્રહ એક જ જગ્યાએથી મળી રહે છે. તેમજ આવનારા સમયમાં દુલ્હનોમાં પણ આભૂષણોમાં વિવિધ રીતે માં જોવા મળતી હોય છે જેને પૂરી પાડવા માટે અમારા દ્વારા વિવિધ પ્રકારની આભૂષણોમાં નવીનતા લાવવામાં આવે છે.
વેડિંગ કાર્નિવલમાં આર્ટીસ્ટને ખૂબ જ સારી એવી તક મળે છે: મેઘા સાંગાણી
મિસ્ટેક સલૂનના માલિક અને મેકઅપ આર્ટિસ્ટ મેઘા સાંગાનીએ અબતક સાથેની વાતચીતમાંજણાવ્યું હતું કે અમારા દ્વારા લગ્ન સિઝન માટે ખાસ કરીને દુલ્હનોનો તેમજ દુલ્હાનો મેકઅપ સારી ગુણવતામાં તેમજ ફેશનને અનુરૂપ કરવામાં આવે છે અને તેઓનું સલૂન અમીન માર્ગ પર આવેલું છે. વધુંમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ દ્વારા સ્કિન ટ્રીટમેન્ટ અને નેઇલ આર્ટ પણ કરવામાં આવે છે. અને તેમણે જણાવ્યુ હતુ કે તેઓને વેડિંગ કાર્નિવલ માં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
અવનવી 200થી વધુ કાર્ડ ડિઝાઇન અમારા દ્વારા કરવામાં આવે છે: વિનુભાઈ પટેલ
શુભ એન્ટરપ્રાઇઝના માલિક વિનુભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓએ આ ાયમવશ 1990માં અમરેલીથી શરુઆત કરી છે ત્યાર પછી જૂનાગઢ, સુરત અને રાજકોટ પણ તેઓ પેઢી ચલાવી રહ્યા છે. જથ્થાબંધ તેમજ ગ્રાહકોની માંગના આધારે રિટેલ પણ અમારી પેઢી દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે. ભક્તિનગર વિસ્તારમાંથી શરૂઆત કરીને આજે 4 ઓપ સેટ મશીન તેમજ લેઝર કટીંગ મશીન ધરાવીએ છીએ. વધુમા તેઓએ જણાવ્યું કે 200 થી વધુ ડિઝાઇન્સનું મેન્યુફેક્ચરિંગ અમારા દ્વારા કરવામાં આવે છે.
લગ્નને અનુરૂપ દરેક પ્રકારના મેન કલેક્શનની રેન્જ ઉપલબ્ધ: પાર્થિક પીઠડીયા
ધ બેસ્ટ ટેલર્સ એન્ડ સિલેક્શન ના માલિક પાર્થિક પીઠડીયાએ અબતક વાતચીતના જણાવ્યું હતું કે તેઓ અમીન માર્ક ઉપર સ્ટોર ધરાવે છે કે જ્યાં દરેક પ્રકારની બ્રાન્ડ જેવી કે રેમેન્ડ, અરવિંદના ઓથોરાઇઝ્ડ ડીલર છીએ તેમજ કાપડ અને લગ્નને અનુરૂપ દુલ્હાઓ માટે શુટ, શેરવાની વગેરે જેવા કસ્ટમાઈઝડ ગારમેન્ટ અમારા દ્વારા બનાવી આપવામાં આવે છે. સાથે આ સાથે તેમણે જણાવ્યું હતું કે અમારા દ્વારા વિવિધ પ્રકારના લગ્નને અનુરૂપ ગ્રાહકોની માંગને અનુરૂપ ફેશનેબલ કસ્ટમાઇઝ ગારમેન્ટ પણ બનાવવામાં આવે છે એટલે કે પુરુષો માટે લગ્ન સિઝન માટે એક જ સ્ટોરમાંથી દરેક પ્રકારના ગારમેન્ટ મળી રહે છે.