બી1 અને બ2 વિઝાની અરજી સર્વાધિક: દિલ્હીમાં 884 જ્યારે મુંબઈમાં 872 અરજીઓ આવી
છેલ્લા લાંબા સમયથી યુનાઇટેડ સ્ટેટ દ્વારા ભારતીય લોકોને એટલે કે યુવાનોને જે વિઝા માટેની અપોઈન્ટમેન્ટ આપવામાં આવતી હતી તેના પર રોગ લગાવવામાં આવી છે. ત્યારે સતત વિઝાની અપોઈન્ટમેન્ટ અંગે માંગ ઉઠતા યુનાઇટેડ સ્ટેટ દ્વારા એક લાખ અરજીઓ માટેની અપોઈન્ટમેન્ટ ખોલી મૂકવામાં આવી છે. ત્યારે પ્રથમ વખત બિઝનેસ વિઝા એટલે કે બી-વન વિઝા અને વિઝીટર વિઝા એટલે કે બી-ટુ વિઝા માટે સર્વાધિક અરજીઓ આવેલી છે જેમાં દિલ્હી ખાતે એક જ દિવસમાં 884 અરજીઓ અને મુંબઈ ખાતે એક જ સાથે 872 અરજીઓ આવી છે.
અમેરિકામાં રોજગારી મેળવવા આપતા ભારતીય યુવાનો માટે એક લાખ વિઝા માટેની મંજૂરી અમેરિકા દ્વારા આપવામાં આવી છે અને તે પૈકી હજારો અરજીઓ અપોઈન્ટમેન્ટ માટે બુક પણ કરી દેવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટની એમ્બેસીએ એ વાતની ચોખવટ કરતા જણાવ્યું હતું કે 2022 ના પ્રથમ 9 મહિનામાં જ 1,60,000 જેટલા એચ એન્ડ એલ વિઝા ની અપોઈન્ટમેન્ટ આપી દેવામાં આવી છે અને પ્રાયોરિટી પણ નિર્ધારિત કરવામાં આવશે.
કોરોના બાદ જે રીતે વિઝા અંગેની અપોઈન્ટમેન્ટ રદ કરવામાં આવી હતી તેને હવે સ્થિતિ સુધરતાની સાથે જ પરી શરૂ કરવામાં આવી છે અને તેનો લાભ ભારતીય નવ યુવાનોને મળશે. વિઝા એપોઇન્ટમેન્ટ માટે માત્ર અમેરિકા જ નહીં પરંતુ યુનાઇટેડ કિંગડમ કેનેડા દેશોમાં પણ આ જ પરિસ્થિતિ ઊભી થયેલી છે જેનો નિકાલ હવે ઝડપભેર જે તે દેશની એમ્બેસી દ્વારા કરવામાં આવશે. અલ્લા તબક્કે અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવી છે તેનાથી ભારતીય ન યુવાનોની સાથે વિદ્યાર્થીઓને પણ ઘણો ખરો ફાયદો પહોંચશે.