દેશમાં 60 ટકા જેટલુ યુવાધન, તેનો પૂરો ઉપયોગ કરી ભારતને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે સરકાર કમર કસી રહી છે: કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયની અબતક સાથે મહત્વના મુદ્દાઓ ઉપર વાતચીત
કેન્દ્ર સરકાર અત્યારે અર્થતંત્ર અને સુરક્ષા આ બે મુદા ઉપર જોર આપીને દેશને સમૃદ્ધ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે તેમ કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.તેઓએ કહ્યું કે દેશના વિકાસ માટે ત્યાં શાંતિ જરૂરી હોય છે. ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અને અમિત શાહના નેતૃત્વના કારણે દેશની આર્થિક સુરક્ષાને મજબૂત બનાવી છે. ભારતમાં શાંતિ પણ છે. આ જ ગુજરાતમાં ભૂતકાળમાં કેટલી બોમ્બબારી થઈ પરંતુ આજે એવું થતું નથી. આજે આતંકવાદ છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે. તો આજ હિન્દુસ્તાનને આત્મનિર્ભર બનાવી ગરીબીને નાબૂદ કરી લોકોને રોજગાર દેવા માટે શાંતિમય ભારત બનાવવા માટે અને ખેડૂતોના હિત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિ કામ કરી રહી છે.
આજે દેશમાં 60 ટકા જેટલા યુવાધન છે જેઓના પૂરો ઉપયોગ કરી ભારતને દુનિયામાં સર્વશ્રેષ્ઠ ભારત બનાવવા માટે સરકારની નીતિ કાર્ય કરી રહી છે. જેમાં ઔદ્યોગિકરણથી માંડી ગરીબી નાબૂદ કરવા સુધીની અને હર એક ચીજ વસ્તુઓનો ભારતમાં જ ઉત્પાદન કરવાની હરણફાળ ભજવી રહ્યા છે. ભારત દેશ દ્વારા કોરોનાકાળનો જે રીતે સામનો કરવામાં આવ્યો તેને લઈને બહારના દેશો તેની પાસેથી પ્રેરણા લઈને શીખી રહ્યા છે.આતંકવાદ સૌથી મોટો પડકાર હોય છે તેમાં, પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાના ભારત આતંકવાદ અને નક્સલવાદથી મુક્તિની તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ ભારતની અર્થ વ્યવસ્થા પર નિષ્ણાતો જે ભવિષ્યવાણી કરી રહ્યા છે તે દેશ માટે ગર્વની વાત છે. આજે દેશમાં આતંકવાદનો ખાત્મો થઈ રહ્યો છે. ઝીરો ટોલેરેન્સ ટેરેરિઝમ પર નરેન્દ્ર મોદીની સરકાર કાર્યરત છે.
મોદી જે કહે છે તે કરે છે, 2047 સુધીમાં ભારત સૌથી સમૃદ્ધ હશે
મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે કહે છે તે કરીને બતાવે છે અને તેમાં સફળતા પણ મળે છે. અર્થનીતિ મામલે વડાપ્રધાન મોદીએ 5 ટ્રિલિયન ઇકોનોમિ બનાવવાનું કહ્યું છે. તે પણ તેઓ સાબિત કરીને જ રહેશે. આઝાદી કે અમૃત મહોત્સવના ભાગરૂપે મોદીએ જે ભારતની 2047 માં દેશની કલ્પના કરવામાં આવી છે કે દુનિયામાં સૌથી સમૃદ્ધ દેશ ભારત હશે તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારતએ તેના રસ્તા પર ચાલવાનું પણ શરૂ કરી દીધું છે. જેમાં ગુજરાત પણ દેશ માટે એક રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે. મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત ભારત માટે એક વિકાસનું મોડલ બનીને ઉભરી આવ્યું અને હાલ જ્યારે મોદી વડાપ્રધાન છે ત્યારે ભારત દુનિયા માટે એક રોલ મોડલ બન્યું છે.
મોદીની આર્થિક નીતિના જ કારણે દેશમાં ગરીબોને મળી રહી છે રાહત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અર્થનીતિ કેન્દ્રિત અર્થનીતિ છે. આજે પૈસા શહેરથી ગામડાઓમાં અને ત્યાંથી લોકો સુધી પહોંચે છે તેના કારણે જ વિકાસ ધારા લોકો સુધી પહોંચી રહી છે. આજે ગરીબોને પોતાના ઘર મળી રહ્યા છે. જેના કારણે ઘર બનાવવા માટે અનેક લોકોને રોજગાર મળી રહ્યું છે. જેમ કોઈ વસ્તુનું નિર્માણ થાય તો પૈસા વિકેન્દ્રિત થાય છે જેના કારણે તેનો ઉપયોગ અનેક નવી નીતિમાં થઈ શકે છે. આજે ખેડૂતોને અનેક લાભ મળે છે સાથે જ વિધવાઓને પેન્શન મળી રહ્યું છે. જ્યારે શિક્ષણ ક્ષેત્રે પણ આ પૈસાનો ઉપયોગ કરી તેમાં અનેક ગતિવિધિના કાર્યો થઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીની આર્થીક નીતીના જ કારણે દેશમાં ગરીબી નાબૂદ થઇ રહી છે.
દરિયા કિનારાની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ
ગુજરાતના દરિયાઇ કિનારા પરથી જે રીતે ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે તે અંગે મંત્રીએ જણાવ્યું કે ભૂતકાળમાં કોઈ નીતિના હોવાના કારણે એટલા પ્રમણમાં કોઈ નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાયો ન હતો અને આજે યુવાપેઢીને બચાવવા માટે જે ડ્રગ્સ ઝડપાઇ રહ્યા છે તેના હિસાબથી સરકાર તેની સામે કાર્યવાહી કરી રહી છે તે દેખાઈ રહ્યું છે. દરિયાઈ કિનારા પર જે સુરક્ષાની વાત છે તો આપને ખ્યાલ જ હશે કે અનેક મોટા નિર્ણયો લઈને દરિયાઈ કિનારાને વધુ સુરક્ષિત બનાવવા માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. આજે તમે જોઈ રહ્યા છો કે આપની ત્રણેય સેનામાં શક્તિમાં ઘણો વધારો થઈ રહ્યો છે. ભવિષ્યમાં પણ આ દિશામાં ભારત વધુ જ આગળ વધશે.
નવી શિક્ષણ નીતિના અમલ દ્વારા ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવશે
ભારતીય વિદ્યાર્થીઓમાં જે વિદેશ અભ્યાસની ધેલછા વિશે કેન્દ્રીય મંત્રી નિત્યાનંદે જણાવ્યું હતું કે તે પહેલાથી ચાલી આવતી શિક્ષણનીતીનું એક પરિણામ છે. ભારતીય યુવાધનમાં કઈક નવું શીખવાની અને જાગૃત થવાની જે લય છે જેના કારણે યુવાધન પોતાના દૃષ્ટિકોણને દૂર દૂર સુધી લઈ જવાનો પ્રયાસ કરે છે. પરંતુ આજે ગર્વની વાત છે કે પહેલાના સમયમાં જે યુવાનો બહારના દેશોમાં શિક્ષણ માટે જતા હતા તે હાલ વર્તમાન સમયમાં ભારતની નવી શિક્ષણનીતી અને શૈલીથી પ્રભાવિત થઈ ભારતમાં જ શિક્ષણ મેળવી દેશને ઉચ્ચાઈ સુધી લઈ જવામાં હરણફાળ ભરી રહ્યા છે. આજનો યુવાધન ભારતીય વસ્તુઓ અપનાવી પોતાને અને દેશને કેમ આગળ વધારવું તે વિચારથી ચાલી રહ્યા છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત અને પ્રેરણાનું પરિણામ છે.
ગુજરાત દેશનું રોલ મોડેલ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારત આત્મનિર્ભર બનવાનો જે વિચાર છે તેનો પાયો ગુજરાત બન્યો છે. ભારત દેશભરમાં ગુજરાતને એક મોડલ તરીકે જોવે છે અને દુનિયા ભારત દેશને એક મોડલ તરીકે અપનાવે છે.ગુજરાત રાજ્યમાં વિકાસ જે ઝડપથી વધી રહ્યો છે તેના કારણે તેની કાર્યપદ્ધતિ પર આંગળી ઉઠાવી બેબુનિયાદ વાત છે. ગુજરાતમાં કોઈ પણ ક્ષેત્રે જેમ કે શિક્ષણ, સુરક્ષા અને વિકાસ ગુજરાતમાં અગ્રેસર પર જ છે.