એક મહિનામાં નિકાસ રૂ.2.83 લાખ કરોડે પહોંચી, આયાત રૂ.4.92 લાખ કરોડ થતા વેપાર ખાધ પણ રૂ.2.05 લાખ કરોડ થઈ
ભારતીય અર્થતંત્ર હાલ મક્કમતાથી આગળ ધપી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં દેશની નિકાસ 4.82 ટકા વધીને 2.83 લાખ કરોડ નોંધવામાં આવી છે. તો બીજી તરફ દેશની વેપાર ખાધ વધીને 2.05 લાખ કરોડએ પહોંચી ગઇ છે તેમ વાણિજય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
વાણિજ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર સપ્ટેમ્બર માસમાં આયાત 8.66 ટકા વધીને 4.92 લાખ કરોડ નોંધવામાં આવી છે. જો કે ગયા વર્ષે 2021માં સપ્ટેમ્બર માસમાં વેપાર ખાધ 1.79 લાખ કરોડ હતી.એપ્રિલથી સપ્ટેમ્બર, 2022 સુધીના ગાળામાં નિકાસ 1.35 લાખ કરોડ વધીને 18.55 લાખ કરોડ નોંધવામાં આવી છે. આ જ સમયગાળામાં આયાત 38.55 ટકા વધીને 30.42 લાખ કરોડ નોંધવામાં આવી હતી. આ જ સમયગાળામાં વેપાર ખાધ 11.87 લાખ કરોડ નોંધવામાં આવી હતી.
હવે આયાત ઘટાડી વેપાર ખાધ ઘટાડવાનો સરકારનો લક્ષ્ય
ભારતની નિકાસ સતત વધી રહી છે. જેમાંથી અર્થતંત્રને બુસ્ટ મળે છે. પરંતુ આયાત વધવાથી વેપાર ખાધ પણ વધે છે. તેનાથી અર્થતંત્ર ઉપર નકારાત્મક અસર થાય છે. વધતી વેપાર ખાધને કાબુમાં લેવા સરકાર સતત પ્રયાસો કરી રહી છે. ભારતની આયાત ઘટે તે માટે જ સરકારે આત્મનિર્ભર ભારતનું વિઝન રાખ્યું છે. હવે સરકારે આ દિશામાં પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.
સપ્ટેમ્બરમાં શેની નિકાસ