મેષ રાશિફળ (Aries):
વ્યસ્તતા દિવસભર રહેશે પરંતુ ધાર્મિક કાર્યો માટે સમય કાઢશો. જીવનસાથી તમને કાર્યક્ષેત્રમાં દગો આપી શકે છે, તેથી કાળજીપૂર્વક કામ કરો. જો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે થોડો સમય કાઢશે તો તે વધુ સારું રહેશે. શુભ કાર્યોમાં સાંજનો સમય વિતાવશો. આજનો દિવસ સામાન્ય રહેશે. ભાગીદારીમાં કરવામાં આવતા ધંધામાં ઘણો ફાયદો થશે. રોજિંદા ઘરના કામકાજ પતાવવાની આજે સુવર્ણ તક છે.
વૃષભ રાશિફળ (Taurus):
આર્થિક મામલામાં સ્પષ્ટતાના અભાવને કારણે કોઈ પ્રિયજન સાથે વિવાદ થઈ શકે છે. પરસ્પર વાટાઘાટો, વ્યવહારમાં સંયમ અને સાવચેતી રાખવી. બપોરે કામના ધસારાને લીધે તમે શારીરિક નબળાઇ અનુભવી શકો છો, જેનાથી હાથ અને પગ પર અસર થઈ શકે છે. આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે, પરંતુ કોઈ નિર્ણય લેવામાં ભૂલ થઈ શકે છે. કોઈ મોટું કામ કરતા પહેલાં અનુભવી લોકો સાથે સલાહ લેવાનું નિશ્ચિત કરો
મિથુન રાશિફળ (Gemini):
કૌટુંબિક ખર્ચામાં વધારો થવાને કારણે તમે દબાણનો અનુભવ કરી શકો છો. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે. સમાજમાં શુભ ખર્ચાને કારણે તમારી ખ્યાતિ વધશે અને સામાજિક વર્તુળમાં પણ વધારો થશે. ધંધાના મામલામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની સંભાવના છે. રોજિંદા કાર્યોથી આગળ કંઈક નવું કરવાનો પ્રયાસ કરો. લવ મેરેજમાં રસ ધરાવતા લોકો માટે સમય અનુકૂળ છે.
કર્ક રાશિફળ (Cancer):
આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ ધ્યાન રાખશો. તમારા આહારમાં બેદરકાર ના બનો. બિઝનેસમાં જોખમ લેવાનું પરિણામ આજે ફાયદાકારક રહેશે. ધૈર્ય અને તમારા નરમ વર્તનથી ઘરની સમસ્યાઓ સુધારી શકાય છે. પ્રેમજીવનમાં મધુરતા રહેશે. કાર્યક્ષેત્રમાં આજે તમારું ધ્યાન નવી યોજનાઓ પર કેન્દ્રિત રહેશે અને તમને અધિકારીઓનો પૂરો સહયોગ પણ મળશે.
સિંહ રાશિફળ (Leo):
આજે તમને રચનાત્મક કાર્ય કરવાનું મન થશે. આજે તમારી આસપાસનું વાતાવરણ હળવું બનશે. દિવસના પહેલા ભાગમાં થોડી મૂંઝવણ રહેશે, જેના કારણે મન પરેશાન થઈ શકે છે. પરંતુ આત્મવિશ્વાસ વધ્યા પછી શક્તિમાં વધારો થશે. તમે મિત્રો સાથે ફરવા નીકળી શકો છો. ઉતાવળમાં કોઈ કાર્ય કરવાનું ટાળો, નહીં તો મુશ્કેલી વધી શકે છે, તેથી બધું કાળજીપૂર્વક કરો.
કન્યા રાશિફળ (Virgo):
ધંધામાં ઝડપથી નિર્ણયો નહીં લેવાને કારણે કોઈ અવરોધ અથવા નુકસાન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મોટાભાગની યોજનાઓ સફળ થશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. આજે તમે સમર્પણ સાથે જે પણ કાર્ય કરો છો તેનું ફળ તે જ સમયે પ્રાપ્ત થશે. ઘર અને ઓફિસના અધૂરા કામોને પતાવવાની તક મળશે. આજે તમામ કામ પૂર્ણ મહેનતથી કરશો, જેના કારણે દિવસભર લાભની તકો મળશે. તમે પરિવારમાં શાંતિ અને સ્થિરતાનો આનંદ મેળવશો.
તુલા રાશિફળ (Libra):
અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે અને રોજગારની સ્થિતિમાં સુધાર થશે. તમારા દ્વારા લીધેલા નિર્ણયોના કારણે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. ધંધાની દ્રષ્ટિએ દિવસ સુખદ રહેશે. ભાઈ બહેન કે કોઇ નજીકના સંબંધી સાથે પારિવારિક મુદ્દાને લઇને વિવાવદ થઇ શકે છે. કોઇ અનુભવી વ્યક્તિને વચ્ચે લાવવો. ગુસ્સા અને આવેશની જગ્યાએ શાંતિથી સમાધાન શોધવાની કોશિશ કરો.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
ધાર્મિક યાત્રા પર જવા માટે અચાનક યોજના બનશે, જેનાથી મનને શાંતિ પણ મળશે. જો કોઈ કાયદાકીય મામલો બાકી છે તો તમને આજે તેમાં સફળતા મળશે. કોઇ મન પ્રમાણે કામ પૂર્ણ થવાથી દિનચર્યા સારી રહેશે. ફાયનાન્સને લગતી મહત્ત્વપૂર્ણ યોજનાઓ માટે નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવી શકે છે. યુવાઓને જેવો પણ રોજગારને લગતો અવસર મળે તે પ્રાપ્ત કરી લેવો જોઇએ.
ધન રાશિફળ (Sagittarius):
જો તમે નોકરી અને ધંધામાં કેટલાક સકારાત્મક પગલા ભરો છો તો પછીથી માત્ર લાભ થશે, પરંતુ કામમાં નવી તાજગી પણ આવશે. પરિશ્રમ અને સમર્પણના કારણે પરિવાર સાથે જોડાયેલી મોટી સમસ્યાને દૂર કરવી શક્ય બનશે. કાયદાને લગતા જે વિવાદો ઉભા થયા છે તેને પરસ્પર સૌહાર્દથી દૂર કરવાના પ્રયાસો કરવા પડશે. તમે તમારામાં જેટલો અહંકાર રાખશો, તેટલી જ સમસ્યા વધુ મુશ્કેલ બની શકે છે. પૂરા વિશ્વાસ સાથે કામ કરતા રહો.
મકર રાશિફળ (Capricorn):
રોજગારી ક્ષેત્રે તમને તમારી લાયકાત વધારવાની તક મળશે. મન પરનો તણાવ ઓછો થવાને કારણે તમે નવા ઉત્સાહ સાથે કામ કરવાનો પ્રયાસ કરશો. તમારાથી સંબંધિત કોઈ તમને પ્રેરિત કરવાનો પ્રયાસ કરશે. તેમને મળી રહેલા સમર્થનને કારણે તમે વ્યક્તિગત વર્તુળમાંથી બહાર નીકળીને મુશ્કેલ બાબતોને ઉકેલવાનો પ્રયાસ કરશો.
કુંભ રાશિફળ (Aquarius):
ધંધા સંબંધિત તમામ વિવાદો આજે સરકારી અધિકારીની મદદથી ઉકેલી શકાય છે. કોઇપણ અજાણ વ્યક્તિ સાથે તમારી વ્યક્તિગત યોજનાને શેર ન કરો. કોઇ ગેર કાનૂની કામમાં રસ ન લેશો. તેના કારણે તમે કોઇ મુશ્કેલીમાં પડી શકો છો. તમારી બેદરકારીના કારણે કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઇ શકે છે.
મીન રાશિફળ (Pisces):
કાર્યક્ષેત્રમાં કાર્ય સમયે મન બીજે ક્યાંક ભટકવાનું શરૂ કરશે, જેના કારણે થોડી ખોટ રહેશે. પરંતુ સ્વાર્થને લીધે લોકો તમારી ભૂલને અવગણી શકે છે. થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોનને ઇગ્નોર ન કરો.