મંત્રી તરીકે ઉદ્યોગપતિ સાજી મેથ્યુ સહમંત્રી તરીકે અજયસિંહ પરમાર અને બિલ્ડર રમેશભાઈ સભાયાની બિનહરીફ વરણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના પ્રમુખપદ માટે યોજાયેલ ચૂંટણીમાં કુલ 45 સભ્યોએ મતદાન કર્યું હતું. પ્રમુખ પદ માટે વિજેતા ઉમેદવાર પ્રો.જયદીપસિંહ ડોડીયાને 26 મત મળ્યા હતા અને તેના હરીફ ઉમેદવાર પ્રો. પી.એચ. પરસાણીયાને 18 મત મળ્યા હતા જયારે એક મત રદ થયો હતો. 1972માં સ્થપાયેલી આ હાઉસીંગ સોસાયટીના ઈતિહાસમાં પ્રથમવાર પ્રમુખપદ માટે ચૂંટણી યોજવાની નોબત આવી હતી જેમાં પ્રો.જયદીપસિંહ ડોડીયાનો 8 મતની સરસાઈથી વિજય થયો હતો.
મંત્રી તરીકે ઉદ્યોગપતિ સાજી મેથ્યુ અને સહમંત્રી તરીકે અજયસિંહ પરમાર અને બીલ્ડર રમેશભાઈ આર. સભાયા બિનહરીફ ચૂંટાયા હતાં. કારોબારીના સભ્યો તરીકે બિલ્ડર રમેશભાઈ આર. સભાયા, જીતેશકુમાર એમ. પંડીત, જીથ સુકુમારન નાયર, મૌલિકસિંહ દિલીપસિંહ ભટ્ટી તેમજ આમંત્રીત સભ્ય તરીકે વરિષ્ઠ શિક્ષણવિદ્ પ્રો.અનામિકભાઈ શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ચૂંટણી અધિકારી તરીકે સૌ.યુનિ.ના પૂર્વ ઈજનેર ડી.પી. ત્રિવેદીે ફરજ બજાવી હતી. સૌરાષ્ટ્ર યુનીવર્સિટી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના સતત પાંચમી વખત પ્રમુખપદે ચૂંટાવા બદલ પ્રો.જયદીપસિંહ ડોડીયાને ઉદ્યોગપતિ ભરતભાઈ વાછાણી, જાણીતા બિલ્ડર યોગેશભાઈ ગરાળા, ઉદ્યોગપતિ સાજી મેથ્યુ, ઉદ્યોગપતિ શૈલેશભાઈ પટેલ, નીલેશભાઈ માંડવીયા, ચાર્ટડ એકાઉન્ટન્ટ ભરતભાઈ વાજા, દિનેશભાઈ ભુવા, બિલ્ડર રમેશભાઈ આર. સભાયા વગેરેએ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.