- વિદ્યાર્થીઓને વ્યવસાય, ઉધોગ કેમ કરવા ? ઉપરાંત ઈન્ટરવ્યૂ કેમ આપવા? કોમ્પ્યુટર અને ઈંગ્લીશ શીખવવા સહિતની વિવિધ બાબતોનું અઠવાડિયે 8-10 કલાક શિક્ષણ આપવું જરૂરી
- કોઈપણ ભોગે માર્કસ લેવા, ગોખણપટ્ટી કરવી, એકની એક વાત વારંવાર લખવી જેને કારણે ટકા વધુ આવે પણ આવું કરવાથી વિદ્યાર્થીને માનસિક તાણ વધવાની શકયતા રહે છે
– મોટી મલ્ટીનેશનલ કે પબ્લીક લીમીટેડ કંપનીમાં અનેક ટેકનીકલ સ્ટાફની ઉપર તેના બોસ સામાન્ય પ્રવાહના અભ્યાસ કરેલા હોય છે.
– ઉદ્યોગોના ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવવા સામાન્ય પ્રવાહનો અભ્યાસએ ઉત્તમ વ્યવસ્થા છે, જેમકે મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલ, રતન તાતા વગેરે – સામાન્ય પ્રવાહમાં અભ્યાસની મધ્યમ કારકિર્દી હોય તો પણ મેનેજમેન્ટ ક્ષેત્રે ઉત્તમ તકો રહેલી છે.
આપણે ત્યાં સૌથી મોટી માન્યતા વાલીઓમાં છે કે સામાન્ય પ્રવાહ એટલે કાંઈ નહી, બસ સંતાનને ગ્રેજયુએટ બનાવીને સમાજના શો-કેશમાં મુકી દેવાનો એક માર્ગ. એ પ્રવાહને જીવંત બનાવવો જરૂરી છે. એમાં રસ ઘોળવો જરૂરી છે. સંતાન ડોકટર કે એન્જિનીયર, આર્કિટેકટ કે પાયલોટ બને એ કોઈ પણનું સ્વપ્ન હોય. પણ હવે જો એની માનસિક ક્ષમતા અને વલણ જ વિજ્ઞાન શિક્ષણના ન હોય તો કોઈ કંઈ કરી ન શકે. અને ત્યારે સામાન્ય પ્રવાહ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
સવાલ એ છે કે આપણે શિક્ષક તરીકે કે વાલી તરીકે એને કેવી રીતે અસામાન્ય બનાવીએ. સૌ પ્રથમ તો વાલીઓએ પોતાના મનમાંથી એ ખ્યાલ કાઢવો જોઈએ કે સામાન્ય પ્રવાહ ઠોઠ અને નબળા વિદ્યાર્થી માટેની લાઈન છે. વિદ્યાર્થી પોતે કયારેય ઢીલા કે ઠોઠ નથી હોતા ભણાવવાની પધ્ધતિ, સ્કૂલનું વાતાવરણ અને ઘરનો માહોલ પણ એમાં ભાગ ભજવે છે. જો બાળકને – સંતાનને આત્મવિશ્ર્વાસ, પ્રેરણા (મોટીવેશન) જેવાં ગુણથી રક્ષિત કરવામાં આવે તો કોઈ પણ શાખામાં એ પોતાનું કૌવત બતાવી શકે. આ વિષય અનુસંધાને 10 લાખથી વધારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પ્રવચનો આપ્યા અને તેમાંથી અનેક વખત પુછાયેલ પ્રશ્નોમાંથી વાલીઓને ઉપયોગી થાય તેવા થોડા પ્રશ્નો અને તેના જવાબો નીચે મુજબ છે.
– છેલ્લા અમુક વર્ષોથી પરિણામો નીચા આવે છે તો સંતાનને તે વિદ્યાશાખામાં મોકલવા યોગ્ય છે ?
સામાન્ય પ્રવાહના વિધાર્થીઓ ધોરણ અગિયારમાં અભ્યાસમાં રસ લેતા નથી એટલે વિષયનાં પાયાનું જ્ઞાન આત્મસાધ કરવામાં નબળા પુરવાર થાય છે. જેથી બારમાં ધોરણમાં અંગ્રેજી, એકાઉન્ટ્સ, એસ.પી જેવા મહત્વના વિષયોમાં સમજપૂર્વક તૈયારી કરી ન હોય આખરે ધોરણ બારમાં વિષયમાં રસ રહેતો નથી એટલે સમજવામાં તકલીફ થાય છે અને આખરે બારમાં ધોરણમાં વિધાર્થીઓને ગોખવા તરફ ખેંચવામાં આવે છે. અને જેને કારણે પરિણામ નીચા આવે છે. શિક્ષણ સંસ્થાઓએ અભ્યાસ પદ્ધતિઓ વિકસાવવી પડશે.
– સામાન્ય પ્રવાહ પછી વિદ્યાર્થીઓને કોઈ જ તકો નથી કોઈ જ વ્યવસાય કે નોકરી મેળવી શકતા નથી એ વાત સાચી છે ?
સામાન્ય પ્રવાહ પછી પણ કારકિર્દી વિકસાવવા અનેક તકો રહેલી છે અને નવી તકો વધતી જાય છે પણ અત્યારે જે રીતે ચીલાચાલુ પદ્ધતિથી અભ્યાસ શાળામાં થઈ રહ્યો છે તેમાં જડમૂળથી ફેરફાર કરવો જરૂરી છે. વિદ્યાર્થીઓને અભ્યાસના વિષયો ઉપરાંત વિશેષ શિક્ષણ અઠવાડીયામાં આઠથી દસ કલાક આપવું જરૂરી છે. તેમાં વ્યવસાય કેમ કરવો, ઉદ્યોગપતી કેમ બનવું? ઈન્ટરવ્યુહ કેમ આપવા? કોમ્યુટર તથા ઈંગ્લિશ માટે વધારાના શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે તો ઉદ્યોગો, સ્વતંત્ર વ્યવસાય, મેનેજમેન્ટ તથા કોમ્યુટર ક્ષેત્રે વિશાળ તકો છે.
– શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓને માર્કસની સ્પર્ધામાં ધકેલે છે તે યોગ્ય છે?
કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી આવી સંસ્થાઓમાં સંતાનોને ભણાવવાથી વિદ્યાર્થીની માનસિક તાકાત ખતમ થઈ જાય છે અને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસક્રમમાં વિદ્યાર્થી ખૂબ જ ઉણો ઉતરે છે. કોઈ પણ ભોગે માર્કસ અપાવવા, ગોખણપટ્ટી કરાવવી. એકની એક બાબત અનેક વાર લખવા આપવી જેને કારણે કદાચ બે-ચાર ટકા માર્કસ ઉંચા આવે પણ સમજણ શક્તિના વિકાસ વગરના આ માર્કસ માનસિક તાણ આપે છે. સંતાનોને આવી ખોટી સ્પર્ધાઓથી દૂર રાખવા જરૂરી છે.
– કોઈ પણ કક્ષાના વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં ઉત્તમ કારકિર્દી બનાવી શકે ખરા ?
હા ગમે તે કક્ષાનો વિદ્યાર્થી સામાન્ય પ્રવાહમાં ઉત્તમ કારકિર્દી બનાવી શકે પણ યોગ્ય શિક્ષણ આપવું જરૂરી છે. આ પોષ શિક્ષણ બધી જ શિક્ષણ સંસ્થાઓ આપી શકતી નથી. અમુક સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ અભ્યાસકાળ દરમ્યાન તેજસ્વી કારકિર્દી ધરાવતા જ હતા તે છતા તે આજે તેજસ્વી કારકિર્દી બનાવી શકયા છે. કારણ કે, તેણે માર્ક શિક્ષણ કરતાં સ્વતંત્ર વ્યવસાય માટે પ્રાયોગિક શિક્ષણ લીધેલ હતું. આ જ પ્રકારનું વધારાનું શિક્ષણ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને વધારાના શિક્ષણ તરીકે આપવું જરૂરી છે.
– ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને વિકાસના આગળના તબક્કામાં મુશ્કેલીઓ પડે છે ખરી ?
જો યોગ્ય પદ્ધતિથી અભ્યાસ કરાવવામાં ન આવે તો ઉચ્ચ અભ્યાસમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓને મૂશ્કેલી પડે છે. માતૃભાષા ગુજરાતીમાં સમજવું અને ઈગ્લિશ જ્ઞાનની ભાષામાં રજૂઆત કરતા આવડવું આ રીતે શિક્ષણ લેવામાં આવે તો કોઈ પણ તબક્કે આગળ વધવામાં મુશ્કેલી પડતી નથી. સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ સ્વસ્થતાથી આપી શકે છે.
– સામાન્ય પ્રવાહમાં જરૂરિયાત વખતે માર્ગદર્શન કેવી વ્યક્તિઓનું લેવું જોઈએ ?
શિક્ષણના હર એક તબક્કામાં માર્ગદર્શનની આવશ્યકતા રહે જ છે કયારેક યાદ રહેતું ન હોય, કયારેક સમજાતું ન હોય, પ્રશ્નો અઘરા લાગતા હોય આવે વખતે માત્ર હકારાત્મક વિચારસરણી વાળા, મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓના જાણકાર હોય જોમ અને જુસ્સો આપી શકે તે કક્ષાના હોય એવી વ્યકિતઓનું જ માર્ગદર્શન લેવું જોઈએ. અધુરા જ્ઞાન ધરાવતી તેમજ આળસુ, નકારાત્મક વિચાર વાળાથી હંમેશા દૂર રહેવું.
– કોઈ પણ શાળામાં પ્રવેશ મેળવતાં પહેલા શાળાની કઈ કઈ બાબતો જાણવી જોઈએ ?
શાળાના બાહ્ય કલેવર કરતા આંતર કલેવર એટલે કે શિક્ષણની પદ્ધતિઓ, અભ્યાસ ટેકનિકો તેમજ વિદ્યાર્થીઓની વ્યક્તિગત તમામ બાબતો જાણે છે? હર તબકે નાની-નાની મૂંઝવણ વખતે માનસિક રીતે વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોની સતત હાજરી હોય છે ? ભવિષ્યના વિકાસ માટે નવી નવી માહિતી આપી શકે છે? અભ્યાસમાં માર્કસ લક્ષી શિક્ષણને બદલે સર્જનાત્મક શિક્ષણ આપે છે કે કેમ ? તે બાબતની તપાસ કરવી જોઈએ.
– સામાન્ય પ્રવાહમાં અભ્યાસ સાથે સંતાનોએ બીજી કઈ બાબતો ધ્યાન રાખવી જરૂરી છે ?
અભ્યાસ, માર્કસ, ડિગ્રી કે સર્ટિફિકેટ એ માત્ર આગળ વધવા માટેના પ્લેટફોર્મ છે. તેના આધારે આયોજન અને પ્લાનીંગ થઈ શકે છે. પણ તેનાથી પણ વિશેષ વિદ્યાર્થીઓમાં સ્કીલ (આવડત)નો વિકાસ થવો જોઈએ. અભ્યાસ દરમ્યાન રજાના દિવસોમાં, 2વિવારે ફેકટરીઓ, સંસ્થાઓની મુલાકાતો લેવી જોઈએ ત્યાં કાર્ય પણ કરવું જોઈએ. તેની કાર્ય પદ્ધતિઓ તથા આયોજનો જાણવા જોઈએ વ્યવસાયના મેગેઝીનો, પુસ્તકો વસાવવા જોઈએ અને રોજનું એકાદ કલાકે આ પ્રકારના પુસ્તકોનું વાંચન કરવું જોઈએ.
– સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટન ા ક્ષેત્રે કેટલી તકો છે ?
આજનું વિશ્ર્વ સંશોધન, પ્રોડકશન અને મેનેજમેન્ટના પાયા પર જેટ ગતિએ આગળ વધે છે. સંશોધન કે પ્રોડકશનના ક્ષેત્રમાં સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને જેટલી તકો છે તેના કરતાં હજાર ગણી વધારે તકો મેનેજમેન્ટ ક્ષેત્રે છે. સામાન્ય પ્રવાહના ધોરણ 11-12ના અભ્યાસ સાથે મેનેજમેન્ટ સ્તરનું માનસ બનાવવું જોઈએ. મોટી મોટી ફેકટરીઓમાં સંશોધન તથા પ્રોડકશનમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હોય છે પણ તેના બોસ તરીકે સામાન્ય પ્રવાહની વ્યકિત હોય છે. અન્ય કોઈ શાળામાં 11-12 સામાન્ય પ્રવાહમાં મેનેજમેન્ટ લેવલની તાલીમ વિષે નહિવત જ્ઞાન આપે છે.
– ખૂબ મોટી સંખ્યા ધરાવતી શાળામાં સંતાનોનો વિકાસ મર્યાદિત બની જાય ખરો ?
જ્યાં માત્ર વર્ગખંડ શિક્ષણ પુરતી જ વાત હોય ત્યાં કદાચ સંખ્યા વધારે કે ઓછી જેની અસર ઓછી થાય પણ ધોરણ 11-12 સામાન્ય પ્રવાહ તો પ્રોફેશનલ કોર્સીસ શરૂ થવાનું પહેલું પગથિયું છે. જો ત્યાં જ માત્ર માર્કસ લક્ષી શિક્ષણ જ આપવામાં આવે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ ઉજળું બનતું નથી. અહિંયા વ્યવસાયની શરૂઆત કેમ કરવી, પૈસા કેમ કમાવા આવડત કેમ વિકસાવવી માનસ સતત કાર્યશીલ કેમ બનાવવું આ પ્રકારની વિશેષ તાલીમ આપવી જરૂરી છે. માટે વધારે સંખ્યા ધરાવતી શાળા આ પ્રકારનું શિક્ષણ આપી શકતી નથી.
– માતા-પિતા ઈચ્છે એ ક્ષેત્રમાં સંતાનોને લઈ જવાની તાલીમ આપવી જરૂરી છે ?
માતા-પિતાની ઈચ્છા વિદ્યાર્થીની રસ અને રૂચી ધરાવતા ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને લઈ જવા માટે ગોલ સેટ કરાવવો જોઈએ અને તે પસંદગીના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે પ્રકારનું જ્ઞાન અભ્યાસક્રમ સાથે આપવું જરૂરી છે. આ જ્ઞાન માટે માત્ર વિડિયો ક્લીપ્સ દ્વારા જ તાણ વિનાનું આનંદ પડે તેવા પ્રકારનું શિક્ષણ આ જે કોઈ પણ શાળા આપતી નથી.
– સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓના મિત્રો તેની કારકિર્દીમાં અસરકારક બને ખરા ?
વિદ્યાર્થીઓના મિત્રોની કક્ષા જે રસ્તરની હોય તે પ્રમાણે વિકાસ થાય છે અથવા કારકિર્દી બગડે છે. વિદ્યાર્થીઓના મિત્રો કોણ છે તેની કાળજી માતા-પિતા-શાળાએ ખૂબ જ ગંભીરતાથી રાખવી જોઈએ અને એવા મિત્રોના ગ્રુપો શાળામાં બનાવવા જોઈએ કે જે હંમેશા ચર્ચાઓ વ્યવસાય સંબંધી, ઉદ્યોગ સંબંધી કે આગળની સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જ કરતા હોય તેવું વાતાવરણ શાળાએ પુરૂ પાડવું જોઈએ જ્યાં અમર્યાદિત સંખ્યા હોય ત્યાં આ શકય નથી.
– અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ પણ કયારેક અભ્યાસમાં સફળ થતાં નથી આવું શા માટે ?
શિક્ષણ એ સામૂહિક કરતાં વ્યકિતગત વિશેષ છે કયારે ક તેજસ્વી વિદ્યાર્થીઓ ખોટા સંગાથ, આળસ, મોજમજા, રખડપટ્ટી, તોફાનના માર્ગે ચડી જાય ત્યાર પછી જો તેના તરફ પૂર્ણ મોનીટરીંગ શાળામાં કે માતા-પિતા દ્વારા વ્યવસ્થીત થતુ ન હોય તો અનેક તેજસ્વી વિદ્યાર્થીની કારકિર્દી ખતમ થાય છે. તે વાત અનેક કિસ્સામાં જોવા મળે છે. શાળામાં અમર્યાદિત સંખ્યા અને વ્યકિતગત દરેક બાબતમાં વિદ્યાર્થીઓની ઓછો માહિતીની જાણકારી રહેવાને કારણે બને છે.
– સામાન્ય પ્રવાહમાં સંતાનોને કેવા છાત્રાલયમાં દાખલ કરવા જોઈએ ?
સાચા અર્થમાં શિક્ષણનો સાચો ખ્યાલ વિકસાવવા માટે ઘરના વાતાવરણ કરતાં ઉત્તમ છાત્રાલયનો વિકલ્પ શ્રેષ્ઠ છે પણ સુઝ ધરાવતાં, શિક્ષણને સાચા અર્થમાં મૂલ્યાંકન કરી શકતા હોય, મનોવિજ્ઞાનના જાણકાર હોય એવા સંચાલકોવાળા છાત્રાલયમાં સંતાનોને મૂકવા નહિતર ઘણી વખત છાત્રાલયએ ખરાબ સોબત માટેનું જન્મ સ્થાન બને છે. વિદ્યાર્થીઓને સતત દબાણ નીચે રાખતા હોય ભૂલો માટે સજા કે દંડ કરતા હોય સતત રોકટોક કે અપમાનિત કરતા હોય શિસ્તના નામે ખૂબ જ કડક વ્યવસ્થા હોય તેવા છાત્રાલયથી સંતાનોને દૂર રાખવા.
– છાત્રાલયમાં કેવા સંતાનોને દાખલ કરવા જોઈએ ?
સમૂહ જીવનમાં રહેવા ટેવાયેલા, ઘરની લાગણી તથા બંધન છોડી શકતા હોય, થોડી તકલીફ તથા સમૂહ વ્યવસ્થા ચલાવી શકે તેવું માનસ તૈયાર થઈ ગયેલુ હોય આવા વિદ્યાર્થીઓ છાત્રાલયમાં શાંતિથી અને સ્વસ્થતાથી રહી શકે છે. જો આ પ્રકારથી ટેવાયેલા ન હોય તો કાં તો છાત્રાલયની નિવાસી વ્યવસ્થા માટે અથવા ડે-શાળા કે છાત્રાલયની બહાર રહીને અભ્યાસ કરાવવો વધારે ફાયદાકારક છે.
– સંતાનોને ક્લાસ-1, 2 કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માર્ગદર્શન આપવું જરૂરી છે ?
જે વિદ્યાર્થીઓ કલાસ-1, કલાસ-2 કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા આપવા નક્કી જ કરી લીધેલ હોય તેને તે પ્રકારનું માર્ગદર્શન પરીક્ષા આપવાની પદ્ધતિઓ, જનરલ જ્ઞાન જેવી બાબતો માટે પણ માનસ તૈયાર કરવાની અને નિયમિત રીતે રસ પડે તે રીતે તાણ વિના આ વ્યવસ્થા કરવી જ જોઈએ. જેઓ એ આ પ્રકારના ક્ષેત્રમાં જવું હોય તેઓ માટે ખાસ વધારાની વ્યવસ્થા તથા માર્ગદર્શનના આયોજનો શાળાએ કરવા જોઈએ.
– મારું સંતાન અભ્યાસમાં જોડાવા ઢીલી નિતી ધરાવે છે ? તેને સામાન્ય પ્રવાહમાં આક્રમક બનાવવો જરૂરી છે ?
કોઈપણ સંતાન અભ્યાસમાં ઢીલા હોઈ શકે જ નહિ પણ શિક્ષણમાં રસ કે રૂચી ઓછી હોવાથી આપણને ઢીલા દેખાય છે. આવા વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણ શા માટે ? ભવિષ્યમાં તું શું બનવા માંગે છે? આગળ વધેલી વ્યક્તિઓમાં કઈ નવી બાબતો હોય છે ? આ પ્રકારની મનોવૈજ્ઞાનિક તાલીમ દ્વારા અભ્યાસમાં આક્રમક બનાવવા જ પડે તો જ વિદ્યાથી ભડભડતો જ્વાળામુખી બની શકે. મોટા ભાગની સંસ્થા પાસે આ પ્રકારનું મનોવૈજ્ઞાનિક જ્ઞાન હોતું નથી એટલે લાખો વિદ્યાર્થીની પોતાની કારકિદીને ખતમ થાય છે. માતા-પિતા આનાથી અજાણ હોય છે.
– માતા-પિતાએ શાળા સાથેના સંપર્કમાં કઈ કઈ બાબતો જાણવી જરૂરી છે
સામાન્ય પ્રવાહના વિધાર્થીઓ માટે ખાસ ઉદ્યોગપતિઓ કે વ્યવસાયીઓના પ્રવચનો માર્ગદર્શન સેમિનારોમાં શક્ય હાજર રહી આજની વ્યવસાયની દુનિયાને જાણવા પ્રયાસ કરવા જોઈએ. કદાચ સંતાનના કોઈ પરીક્ષામાં બે-પાંચ માર્કસ ઓછા આવે તો ચિંતા કરવાને બદલે વ્યવસાયિક માર્ગદર્શન આપવું જોઈએ, સંતાનોની વાણી, વર્તન અને કાર્યો હકારાત્મક જ છે. તેની જાણકારી મેળવવી જોઈએ. આ માટે શક્ય આ ક્ષેત્રના નિષ્ણાંત વ્યકિતને મળી જરૂરી શાન વધારવું જોઈએ. ખૂબ મોટી સંખ્યા ધરાવતી શાળાઓ આ પ્રકારના કાર્યોમાં પૂર્ણ ન્યાય આપી શકતી નથી.
– વિદ્યાર્થીઓની મયદાઓ કઈ કઈ છે તે બાબતે શાળાએ શું કરવું જરૂરી છે ?
સામાન્ય પ્રવાહના 16 થી 18 વર્ષના સંતાનો સાથે માતા-પિતાએ કઈ રીતે વાત કરવી જોઈએ. માર્ગદર્શન, સલાહ-સુચન કેમ આપવા જોઈએ તે બાબતની પૂર્ણ જાણકારી હોતી નથી. શાળાએ વિદ્યાર્થીઓની કામ કરવાની પદ્ધતિઓ, તેની શક્તિઓ, તેની નબળી ટેવો, ખરાબ વ્યસનો, મિત્રોની જાણકારી સાથે સ્વભાવ જેમ કે ગુસ્સો, લાગણી, ઈર્ષા, અદેખાઈ, માનવતાની પણ જાણકારી રાખી અભ્યાસ સાથે સમજ મળે તેવી તાલીમો આપવી જરૂરી છે. કદાચ નહિવત શાળાઓ આ બાબતમાં ગંભીર છે. અથવા શાળાની મર્યાદાઓ છે.
– સામાન્ય પ્રવાહમાં સંતાન ઉચ્ચ પ્રોફેશનલ ડિગ્રી જેવી કે ઈ.અ, ઈંઈઠઅ, ખઇઅ, જેવી મેળવી શકે તે માટે કેવું માનસ હોવું જોઈએ ?
પ્રોફેશનલ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી ઉદ્યોગપતીઓ કે નાના-મોટા ઉદ્યોગો સાથે જોડાવાનું હોય છે. જે માટે કેટલીક મનોવૈજ્ઞાનિક ટેવો સામાન્ય પ્રવાહમાંથી જ વિકસાવવી જોઈએ. જેમ કે ચોકસાઈ, શ્રેષ્ઠતા, કાર્યમાં એકાગ્રતા, વધારે વખત કાર્ય કરવાની ક્ષમતા, અન્યને ઉપયોગી થવાની માનસિકતા, સરળતા, નિખાલસતા તથા જે તે ક્ષેત્રની જરૂરી સ્કીલ વિકસાવવાનું જ્ઞાન ધોરણ 11-12ના અભ્યાસ દરમ્યાન વિકસાવવું જરૂરી છે.
– સામાન્ય પ્રવાહમાં અભ્યાસ ઉપરાંત પ્રોજેકટ કાર્ય જરૂરી છે ?
પ્રોજેકટ કાર્ય વિના વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસક્રમ લક્ષી શિક્ષણથી ઉત્તમ કારકિર્દી બનાવી શકતા નથી. સામાન્ય પ્રવાહમાં અભ્યાસને અંતે ઉદ્યોગો, મેનેજમેન્ટ તેમજ કોમ્યુટરક્ષેત્ર 80 ટકાથી વધારે વિદ્યાર્થીઓ પસંદ કરે છે. જેમાં પ્રોજેકટ કાર્યનું ખૂબ જ મહત્વ છે. 11-12 સામાન્ય પ્રવાહમાં જેઓએ જેટલા વધારે પ્રોજેકટ રિપોર્ટ બનાવ્યા હોય તેઓ ઉત્તમ કારકિર્દી મેળવે છે. મોટાભાગની શાળા આ પ્રકારની માહિતી પૂર્ણ રીતે જાણતી નથી એટલે વિદ્યાર્થીઓને પ્રોજેકટ-રિપોર્ટ તથા તે કાર્યમાં જોડાય તેવું વાતાવરણ આપી શકતી નથી.
– સામાન્ય પ્રવાહના સંતાનોનું માનસ વ્યવસાય તરફ ખેંચાય તેના માટે શું કરવું જોઈએ ?
સફળ વ્યવસાયી, ઉધોગપતિઓની ખાસિયતો, કામ કરવાની પદ્ધતિઓ, ઉદ્યોગમાં આક્રમકતા, ચોકસાઈ, શ્રેષ્ઠતા, નિયમિતતા, સરળતા, નિખાલસતા કેવી હોવી જોઈએ તેના રોલ મોડેલને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવા જોઈએ. જેને કારણે આ રોલ મોડેલ્સોની ઉદ્યોગછબી સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના આંતર મનમાં ગોઠવાતી જાય અને આખરે એ કક્ષાના ઉદ્યોગપતિ, વ્યવસાયી બનવા માટે આંતરમન સતત ધક્કા મારે છે, કાર્યમાં લઈ જાય છે.
– સામાન્ય પ્રવાહમાં ઝળહળતી કારકિર્દી માટે અમારી સ્કૂલનો મૂખ્ય સંદોશો કયો છે ?
તમામ કારકિર્દી માટે ચારે બાજુએથી આવતા માત્ર ઉત્તમ અને હકારાત્મક વિચારો જ સ્વીકારો, સતત ઉત્તમ વિચારો જ કરો. સારા સહાધ્યાયીની મદદ લો, તમારી સુષુપ્ત શકિતઓ જગાડો, મહાત્વાકાંક્ષા ઊંચી રાખો, અભ્યાસમાં આક્રમક બનો, લઘુતાગ્રંથી – ગુરૂતાગ્રંથી છોડો, મહાન બનવાની તમન્ના સાથે બે વર્ષ અભ્યાસમાં લાગી પડો-ખોવાઈ જાવ તમારા ભવિષ્યના સપનાઓ ચોકકસ સાકાર થશે જ.
ઉપરના સિધ્ધાંતોને ધ્યાનમાં રાખી ભરાડ સ્કૂલ તથા તેને સંલગ્ન 40 થી વધારે સંસ્થાઓમાં આ પ્રકારની શૈક્ષણિક પદ્ધતિ વિકસાવવામાં આવી છે. અને જેનો ઉપયોગ કરી લાખો વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી વિકસાવી છે. કોઈપણ વ્યક્તિ મો.9099096430 પરથી વિશેષ માહિતી મેળવી શકાશે.