પેન્શન મેળવનાર અધિકારીઓની ખરાઈ કરવામાં આવશે
અબતક, નવીદિલ્હી
કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં નોકરી કરતા કર્મચારીઓને સરકાર વય નિવૃત્તિ બાદ પેન્શન આપતું હોય છે જેનાથી તેમનું અને તેમના પરિવારનું શુચારુ રુપથી ગુજરાન ચાલુ રહી શકે પરંતુ વરવી વાસ્તવિકતા સામે એ આવી છે કે પંજાબમાં 90,000 થી વધુ સરકારી કર્મચારીઓ કે જે વિવિધ પેન્શન યોજનામાં સહભાગી થયા છે તેઓ મૃત્યુ પામ્યા છતાં પણ હજુ તેઓને તે યોજનાનો ભરપૂર લાભ મળી રહ્યો છે જે એક સર્વેમાં બહાર આવ્યું છે.
સરકાર દ્વારા વૃદ્ધો, વિધવાઓ, આશ્રિત બાળકો અને વિકલાંગોને પેન્શન આપવામાં આવે છે. ત્યારે ટ્રેઝરી વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેના પગલે એક વિશેષ વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો હતો અને જાણવા મળ્યું કે હજૂ પણ એવા પેન્શન ધારકો છે કે જે આ સરકારી યોજનાનો લાભ મેળવી રહયા છે કે જેઓનું મૃત્યુ થયું છે. પંજાબ સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 90,248 પેન્શન લાભાર્થીઓ મૃત હોવાનું જાણવા મળ્યું હતું. સરકારી વિભાગે સામાજિક સુરક્ષા મંત્રી ડો. બલજીત કૌરના આદેશ પર રાજ્યની તિજોરીમાંથી વિવિધ પ્રકારના પેન્શન મેળવતા પેન્શનરોની ચકાસણી કરી હતી. ચકાસણી કરાયેલા લોકોમાં 90,248 પેન્શનરો મૃત જણાયા હતા. ત્યારે હવે આ તમામ સરકારી નિવૃત્ત કર્મચારીઓ ને મળતા લાભો અટકાવી દેવામાં આવશે.
આ તો ફ્કત પંજાબની એક ઘટના છે , જ્યારે હજુ પણ આવા સર્વે સમયાંતરે હાથ ધરાય એ ખૂબ જ આવશ્યક છે. કારણ કે માત્ર પંજાબ જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની વિશેષ ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ હજુ પણ તેને નજર અંદાજ કરવામાં આવી રહી છે અને સરકારની તિજોરી ઉપર ખૂબ જ મોટો બોજ ઉભો થયો છે. તારા દિવસોમાં આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે દરેક સરકારી તંત્ર અને ટ્રેઝરી વિભાગ ગંભીરતાથી આ મુદ્દાને ધ્યાને લઈ રહ્યું છે અને આવનારા સમયમાં યોગ્ય સર્વે પણ હાથ ધરવામાં આવશે.