તીક્ષ્ણ હથીયારોના ઘા ઝીંકી છોટા હાથી ગાડી વડે યુવાનને કચડી નાખી મોતને ઘાટ ઉતાયો: હત્યારાની શોધખોળ
મુંદ્રાના ઝણપરા ગામે પ્રાથમિક શાળા નજીક એક યુવાનનું જૂના ઝઘડાના મનદુ:ખના પ્રશ્ને ચેક શખ્સ તેને તીક્ષ્ણ હથીયારોના ઘા ઝીંકી અને તેના પર છોટા હાથી ગાડી ચડાવી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બનાવની ફરિયાદ મુંદ્રા પોલીસમાં નોંધાતા પોલીસે એક શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
વિગતો મુજબ મુંદ્રાના ઝણપરા ગામે રહેતા યુનશીભાઈ સેડાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુ કે તેના કૌટુંબીક ભાઈ આસપન ઉર્ફે આપો ભારૂ સેડા ગઈકાલે ઝરપરા ગામની શાળા પાસે હતો ત્યારે ત્યાં નારણ સવરાજ વેજાણી તેના છોટા હાથી ગાડી વાહનમાં ઘસી આવ્યો હતો. અને જૂના ઝઘડાનો ખાર રાખી તેની સાથે બોલાચાલી કરી હતી અને તેને તીક્ષ્ણ હથીયારો ના ઘા ઝીંકી તેના પર છોટા હાથી ગાડી ચડાવી તેને મોતને ઘાટ ઉતારી ત્યાંથી નાશી ગયોહતો. જેથી પોલીસે નારણ સવરાજ વેજાણી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.