ખેતરમાં ઝાડ સાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં આક્રંદ
દાદરા નગર હવેલીના સામરવરણી પંચાયતના આંબાપાડામા રહેતી અને ટોકરખાડા સેલવાસ ગુજરાતી મીડીયમમા ભણતી 14વર્ષીય તરુણીએ અગમ્ય કારણસર પોતાના ઘર નજીક ખેતરમા ગળે ફાસો લગાવી આત્મહત્યા કરી પ્રાપ્ત વિગત અનુસાર સામરવરણી આંબાપાડા ખાતે રહેતી 14 વર્ષીય તરુણીએ જે હાલમા ગુજરાતી મીડીયમ શાળા ટોકરખાડા સેલવાસમા ધોરણ આઠમા ભણે છે.
હાલમા સ્કુલમા પ્રથમ સત્રની પરીક્ષા ચાલે છે જેનુ પેપર આપી પરત ઘરે ગયી હતી ત્યારબાદ ઘરના નજીક ખેતરમા એક ઝાડ પર જ અગમ્ય કારણસર ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી તરૂણીના પિતા જયારે ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે જોયુ તો એમની દીકરી એક ઝાડની ડાળી પર ગળે ફાસો ખાધેલી હાલતમા જોવા મળી હતી તે જોતા આજુબાજુના લોકોને જાણ કર્યા બાદ પોલીસને પણ જાણ કરવામા આવી હતી પોલીસની ટીમ આવી લાશનો કબ્જો લઇ પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા લઇ જવામા આવી હતી તરુણીએ કયા કારણસર અગમ્ય પગલુ ભર્યું તે હજી જાણી શકાયુ નથી આ અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.