NSUIએ પેપર સળગાવી કુલપતિ સમક્ષ કરી તપાસની માંગ

પરીક્ષામાં વારંવાર પેપર લીંક થવાની સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે એન.એસ.યુ.આઇ. એ સમુળગી પરીક્ષા પઘ્ધતિ વધુ કડક બનાવવાની માંગ કરી છે.

સૌરાષ્ટ્ર યુનિ. ચાલી રહેલી પરીક્ષાઓમાં આજે લેવાનાર બીબીએ બીકોમ સેમ.પ ના પેપર લીક થવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ધળભળાટ મચાવ્યો છે. જે રીતે પેપર લીક થયું છે પ્રાથમિક દ્રષ્ટિએ માં સરસ્વતિના ધામને બદનામ કરવાનું ષડતંત્ર લાગી રહ્યું છે. પરંતુ શરમની બાબત એ છે સત્તાધીશોની વ્યકિતગત લડાઇમાં સૌ. યુનિ. નો શું વાંક? બગડેલી છબી સુધારવાના બદલે દિવસેને દિવસે અમુક લોકોની આંતરિક લડાઇમાં વધુ ખરેડાઇ રહી છે. જે શરમજનક છે જે હજારો વિઘાર્થીઓ પરીક્ષા આપનાર હતા એમનો શું વાંક ? આ રીતે વિઘાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનું કયારે અટકશે તે મોટો સવાલ છે.

આજની ઘટનામાં અમે સત્તાધીશોની આંતરિક લડાઇનો હાથો બની શિક્ષણના ધામને બદનામ કરવાનું કૃત્ય નથી કરવા માંગતા પરંતુ વિઘાર્થીહિત અર્થે જે જે લોકો જવાબદારો છે તેની સામે કડક ફોજદારીની સાથે કોઇ કોલેજનું કનેકશન નીકળે તો સીધી તેની માન્યતા રદ કરવામાં આવે તેવી માંગ છે. તદુપરાંત ભૂતકાળમાં પપેરલીક, ડમી કાંડ, ચોરીઓની ઘટનાઓ જે કોલેજમાં બની તેઓના પરીક્ષા કેન્દ્રો રદ કરવામાં આવે તેમજ પરીક્ષાના કલાક પહેલા ઇમેઇલથી પેપર પહોચડવાની સિસ્ટમનું અમલીકરણ કરી પરીક્ષાઓમાં પારદર્શક માટે સી.સી. ટી.વી. ઓનલાઇન ફરી કરવામાં આવે તેવી અમારી ઉગ્ર માંગ છે જો અંગે તાત્કાલીક નિર્ણય લેવામાં નહિ આવે તો અમે ગાંધી ચિંઘ્યા માર્ગે યુનિ.માં ધરણા પર બેસી રહેવું જેની નોંધ લેવા એન.એસ.યુ.આઇ. ના રોહિતસિંહ રાજપુતેએ માગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.