દસ્તાવેજી પુરાવા માંગવામાં આવતા પુરાવા રજૂ ન કરી શકતા આખરે સીલ મારવાની ફરજ પડી: ચિફ ઓફિસર
સુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદેસર બિલ્ડીંગ બનાવવાનો અને કોમ્પ્લેક્સ બનાવવાનો મોટી માત્રામાં રાફડો ફાટ્યો છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાએ આવા ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડરો સામે લાલ આંખ કરી છે ત્યારે બિલ્ડરોમાં મોટા પા એ ફાફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાગરભાઇ રાડિયા દ્વારા આવી જ એક કોમ્પલેક્ષ બનાવી અને ગેરકાયદેસર બાંધકામ કરવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે આ અગાઉ તેને જાણકારી આપવામાં આવી હતી અને કોમ્પ્લેક્સના પુરાવાને દસ્તાવેજી પુરાવા બિલ્ડરને રજુ કરવા માટેનું જણાવવામાં આવ્યું હતું પરંતુ બિલ્ડરે કોઈ જ પ્રકારના પુરાવા કે દસ્તાવેજી પુરાવા રજૂ ન કરવામાં આવતા આખરે બિલ્ડીંગ ને નગરપાલિકા તંત્ર દ્વારા સીલ મારવાની ફરજ પડી છે
ત્યારે તાત્કાલિક અસરે સીલ મારવા માટે નગરપાલિકાના એન્જિનિયર કઈવંત ભાઈ હેરમાં સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી અને કોમ્પ્લેક્સને સીલ મારવાનું કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે હાલમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના રતનપર ખાતે આવેલા એક ગેરકાયદેસર કોમ્પ્લેક્સ અને દુકાનો પરમિશન વગર બનાવી અને ગેરકાયદેસર બનાવી નાખી હોવાનું હાલમાં ફરિયાદ મળી હતી ત્યારે જેના આધારે તેની પાસે પુરાવા માંગવામાં આવ્યા હતા ત્યારે કોન્ટ્રાક્ટર અને બિલ્ડીંગ બનાવનાર તેમજ જમીન માલિક સહિતના બિલ્ડીંગના સંચાલકો પુરાવાઓ રજૂ કરી શક્યા ન હોવાના કારણે આખરે બિલ્ડીંગ ને અને કોમ્પ્લેક્સને સીલ કરવાની ફરજ પડી છે ત્યારે આ અંગેની કાર્યવાહીમાં જ અને સીલ મારવાના આદેશો ચિપ ઓફિસર સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના સાગરભાઇ રાડિયા દ્વારા આદેશો આપવામાં આવ્યા હતા ત્યારે તાત્કાલિક અસરે રાત્રિના સમયે કોમ્પલેક્ષ ને સીલ મારવામાં આવ્યા છે ત્યારે હાલમાં બિલ્ડરોમાં ભારે ખડભરાટ મચી જવા પામ્યો છે.