ગુજરાતમાં થોડા સમય પહેલ પેપર લીક થવાની ઘટના સામે આવી હતી ત્યારે આજ રોજ ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં પેપર લીક થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બી.કોમ અને બી.બી.એ સેમેસ્ટર-૫નું પેપર લીક થયું છે.
સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં આજ રોજ BBA સેમ-5ના ડાયરેક્ટ ટેક્સેસન-5નું પેપર લીક થયું છે તો BCom સેમ-5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સનું પેપર લીક થયું છે. આજે જે પરીક્ષા લેવાનારી હતી એ જ પરીક્ષાનું પેપર લીક થતા સમગ્ર યુનિવર્સિટીમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પેપર ફોડનાર સામે યુનિવર્સિટીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
13 ઓક્ટોબર એટલે કે આજે લેવાનારી પરીક્ષાના પેપરની એક કોપી 12 ઓક્ટોબરે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેથી તાત્કાલિક બીબીએનું પેપર નવું કાઢવામાં આવ્યું હતું. બી.કોમના પેપરની નવી તારીખ જાહેર કરવામાં આવશે.
પેપર ફૂટ્યા બાદ વિદ્યાર્થીઓનો પરીક્ષા કેન્દ્રમાં હોબાળો મચાવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ કેન્દ્રો ઉપર પરીક્ષા રદ કરવામાં આવી છે. 20 હજાર થી વધુ વિદ્યાર્થીઓ પેપર દીધા વગર જ પરત ફર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નક્કી કરે ત્યારે હવે આ પેપર લેવાની જાહેરાત કરવામાં આવશે.