એકનો એક પ્રશ્ન સતત ત્રણ વખત છપાતા છાત્રો મુંઝાયા

સુરેન્દ્રનગરમાં ધોરણ-3ની પરીક્ષાના પેપરમાં મોટો છબરડો થયો હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા આજે 11 ઓક્ટોબરે ધોરણ-3ની પ્રથમ સત્રાંત પરીક્ષામાં ગુજરાતી વિષયનો પેપર હતો. ગુજરાતીના 40 ગુના પ્રશ્નપત્રમાં ભયંકર છબરડો જોવા મળ્યો છે. પ્રશ્ર્નપત્રમાં એકના એક જ પ્રશ્નો સતત ત્રણ વખત છપાયા છે. કુલ 15 ગુણનું જ પ્રશ્ર્નપત્ર સાચું છે બાકીના 25 ગુણના પ્રશ્નો જ નથી, માત્ર રિપિટેશ છે.

આ ભૂલવાળા પ્રશ્નપત્રો આખા જિલ્લામાં ગયા પણ કોઈને ખબર નથી, જ્યારે પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીઓ મુંઝાયા ત્યારે છબરડો બહાર આવ્યો.ઉલ્લેખનીય છે કે જામનગર અને દ્વારકામાં પણ ધોરણ-8 ની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે. જામનગર અને દ્વારકામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા લેવામાં આવેલી ગુજરાતી વિષયની પરીક્ષામાં 80 ગુણના પેપરમાં 8 પ્રશ્નો અન્ય સત્રના પુછાતા વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ મૂંઝવણમાં મુકાયા હતા. જો કે શિક્ષકોએ ડાયટમાં મેઈલ કરતા ઈમેલ દ્વારા પ્રશ્નપત્ર આપી નિરાકરણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.