અમદાવાદ, બેંગાલુ‚, ચંદીગઢ, ચેન્નઈ, હૈદરાબાદ અને કોચી સહિતના શહેરોમાં બહોળી સંખ્યામાં મકાનોનું વેંચાણ
સરકાર લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થાય તે માટે અનેક પ્રયાસો કરી રહ્યું છે. ભિન્ન-ભિન્ન પ્રોજેકટ શરૂ કરાયા છે. ઉપરાંત ખાનગી સેકટરનો સહકાર પણ લેવાયો છે. એફોર્ડેબલ હાઉસીંગમાં સરકારના પ્રોત્સાહનોના પરિણામે છેલ્લા ૧૨ મહિનામાં માંગ ખુબજ વધી ગઈ છે. હજુ આવતા ૧૮ મહિનામાં મકાનોની માગ આસમાને પહોંચે તેવી શકયતા છે.
અમદાવાદ, બેંગ્લોર, ચંદીગઢ, ચેન્નઈ, હૈદરાબાદ, કોચી, કલકત્તા અને મુંબઈ સહિતના મહાકાય શહેરોમાં રહેણાંક મકાનો માટેના પ્રોજેકટો બહોળી સંખ્યામાં વધ્યા છે. આવા શહેરોમાં વસ્તી પણ દીન-પ્રતિદિન વધતી હોવાના કારણે મકાનની માંગમાં વધારો જોવા મળે છે. અલબત રેટીંગ એજન્સી ક્રિસીલના મત અનુસાર આવતા ૧૨ થી ૧૮ મહિનામાં હાલ જોવા મળતી માંગમાં ઘટાડો નોંધાય તેવી શકયતા છે. લોકો ઘરનું ઘર ખરીદવાના બદલે ભાડાના મકાનમાં રહેવાનું વધુ પસંદ કરતા હોવાનું પણ એજન્સીનું કહેવું છે.
શહેરી વિસ્તારોમાં વિભકત કુટુંબોની સંખ્યા વધતી હોવાના કારણે પણ મકાનોની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ૨૦૧૯ સુધીમાં સરકાર પોતાના પ્રોજેકટને સાકાર કરવાના પ્રયાસમાં ઉંધેમાથે થઈ જશે. હાલ સરકારની આવાસ યોજનાઓ પણ મકાનની વધતી માંગ પાછળ જવાબદાર ગણી શકાય.