રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લી. દ્વારા સાપ્તાહિક કામગીરીનો રિપોર્ટ જાહેર કરાયો છે.
સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ 6,025 કિ.મી. ની પેનલ્ટી મુજબ કુલ અંદાજીત રૂ!. 2,10,875 /- ની પેનલ્ટી કરવામાં આવી છે. સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ. 10,500/- ની પેનલ્ટી આપવામાં આવેલી છે.
ગેરરીતી સબબ કુલ 7 કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 1 કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ચેકીંગ દરમિયાન 13 મુસાફરો ટીકીટ વગર પકડાતા રૂ. 1,430નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. બી.આર.ટી.એસ. બસ સેવાનો 1,60,439 મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.