મોરબી નગરપાલિકા દ્વારા છેવાડાના 115 વાડી વિસ્તાર તેમજ આસપાસની સોસાયટીમાં રૂ.39 કરોડના ભૂગર્ભ ગટર તથા પીવાના પાણીની પાઇપ-લાઈન નાખવાના ખાતમુહૂર્ત કાર્યક્રમ ખુબ ધામધૂમથી સંપન્ન કરવામાં આવેલ હતો મોરબી પાલિકા દ્વારા વોર્ડ નં 12 બોરિયાપાટી વિસ્તાર તેમજ વોર્ડ નં 11 રોલા-રાતડીયાની વાડી વિસ્તારમાં તેમજ આસપાસની સોસાયટીમાં આશરે રૂ.39 કરોડના ભૂગર્ભ ગટરના અને પીવાના પાણીની પાઇપ લાઈનના કામોનું ખાતમુહૂર્ત રાજકીય પદાધિકારીઓના વરદ્દ હસ્તે ખુબ ધામધૂમથી કરવામાં આવેલ હતું
આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ અને આ સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ મોહનભાઇ કુંડારીયા, મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, કૃભકોના ડિરેક્ટર મગનભાઈ વડાવીયા, મોરબી ભાજપ શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી ભાજપ શહેર મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, સતવારા સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ ગણેશભાઈ ડાભી, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ, પવડી વિભાગના ચેરમેન દેવાભાઇ અવાડીયા, ડ્રેનેજ વ્ભાગના ચેરમેન હનીફભાઇ, વોટર વર્કર્સ વિભાગના ચેરમેન બ્રિજેશભાઈ, ચુનીલાલ પરમાર, પુષ્પાબેન જાદવ, વોર્ડ નં 11 ના સદસ્ય અલ્પાબેન, માવજીભાઈ તથા પાલિકાના તમામ ચેરમેન અને કર્મચારીઓ તથા વાડી વિસ્તારના અને સોસાયટીના બહોળી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહી આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ હતો