સાંઈરામ દવે, ધીરૂભાઈ સરવૈયા, સુખદેવ ધામેલિયા, ગુણવંત ચુડાસમા અને સાથી કલાકારોને માણવાની તક
સરગમ કલબ દ્વારા ડી.એચ. કોલેજના મેદાનમાં ચાલી રહેલા ત્રિવેણી સંગમ કાર્યક્ર્મના અંતિમ દિવસે એટ્લે કે કાલે તા.9ને રવિવારે રાત્રે 8 વાગ્યે સરગમી હસાયરો યોજાશે. સરગમ કલબ, એચ.પી. રાજગુરુ તેમાં જ કેર ફોર હોમના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા આ હસાયરામાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે, ધીરુભાઈ સરવૈયા, સુખદેવ ધામેલિયા, ગુણવંત ચુડાસમા અને સાથ કલાકારો હાસ્યના ફૂવ્વારા ઉડાડશે.
રાજકોટની કલા પ્રિય જનતા માટે વિનામૂલ્યે યોજાઇ રહેલા આ હસાયરાના કાર્યક્ર્મમાં પ્રમુખ સ્થાને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા તથા ઉદઘાટક તરીકે કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. જ્યારે મુખ્ય અતિથિવિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર, ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ અને મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્મના મુખ્ય મહેમાન પદે કોંગ્રેસનાં પ્રમુખ પ્રદીપભાઇ ત્રિવેદી, ઉદ્યોગપતિ હરેશભાઈ લાખાણી, રમેશભાઈ ટીલાળા, ભાજપના જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, નીરજભાઈ આર્ય, પરસોત્તંભાઈ કમાણી, નિખિલભાઈ પટેલ, જીતુભાઈ બેનાણી, ખોડીદાસભાઈ પટેલ, મનીષભાઈ માડેકા, સુરેશભાઇ નંદવાણા, શૈલેષભાઈ માંકડિયા, કેતનભાઈ મારવાડી, રાજદીપસિંહ જાડેજા, છગનભાઇ ગઢીયા અને ડો. અર્જુનસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્ર્મ જાહેર જનતા માટે છે અને તમામ લોકોએ યાજ્ઞિક રોડ ઉપરના દરવાજેથી ડી.એચ. કોલેજમાં પ્રવેશ કરવા જણાવાયું છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, સ્મિતભાઈ પટેલ, શિલ્પા લાઈફસ્ટાઇલના પ્રભુદાસભાઇ પારેખ, એચ.પી. રાજગુરુ એન્ડ કંપનીના હેતલભાઇ રાજગુરુ અને કેર ફોર હોમના એમ. જે સોલંકીએ આ કાર્યક્ર્મનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે ગુણવંતભાઈના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, સ્મીતભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલીયા, જયસુખભાઈ ડાભી, કનૈયાલાલગજેરા, રાજેન્દ્રભાઈ શેઠ જહેમત ઉઠાવી રહ્યા છે.