પરંપરાગત ખેતીના બદલે સજીવ ખેતી આધુનિક ટેકનોલોજી ડેરી ઉદ્યોગ અને મશરૂમની ખેતી માટે ખેડૂતોને તાલીમ આપી પરિણામ મેળવાયું
અબતક, જયપુર
કંઈ પણ વસ્તુ અશક્ય નથી….રાજસ્થાનના અનેક જિલ્લાના ખેડૂતો માટે પડકારરૂપ બની ગયેલી પરંપરાગત ખેતી ની જગ્યાએ આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ અને જૈવિક ખેતી અને ખેતી સંલગ્ન અન્ય પ્રવૃતિઓ માટે સન્માન પ્રોજેક્ટ આશીર્વાદરૂપ બની રહ્યુંછે, ખેડૂતોને આધુનિક ખેતી નો નવો રસ્તો બતાવીને એક નવી ક્રાંતિ સર્જી છે રાજસ્થાનમાં ઝવેર પંથકના ખેડૂત લાલસિંહ અને તેમના પરિવારજનો દાયકાઓથી પરંપરાગત ખેતીમાં રાત દિવસ એક કરીને મહેનત કરતા હતા પરંતુ ક્યારેક તેમણે પાક ફેર બદલી કે નવા પ્રયોગો ની હિંમત જ કરી ન હતી સમય અને સંજોગો અને પરિવર્તનની જરૂરિયાત અનુભવી રહ્યા પછી બંધનવાળા માં સમાધાન પ્રોજેક્ટ માં સામેલ થઈ ટપક સિંચાઈ પદ્ધતિ, જેવીક ખેતી અને સજીવ ખેતી ની અલગ અલગ પદ્ધતિઓ, ઓછા પાણીના વપરાશથી વાવી શકાય તેવા પાકોની માહિતી મેળવી ખેતીમાં પરિવર્તન લાંવીને ક્યારેય શક્ય ન હતું એવું મબલખઉત્પાદન મેળવ્યો આ જ રીતે કશ્મીર ગ્રામ પંચાયતના દિનેશ ચંદુ શરમાને પણ રૂપિયા 15 લાખનો નફો મેળવવામાં”પ્રોજેક્ટ સમાધાન”થી સફળતા મેળવી “કઈ પણ અશક્ય નથી” કહેવત ને સાર્થક કરી આધુનિક ખેતીની સાથે સાથે મશરૂમની ખેતી ની તાલીમ લઈ મશરૂમનું ઉત્પાદન શરૂ કરી મોલ્સ અને હોટલોમાં સીધા જ ગ્રાહકોને મશરૂમ વેચવાનું શરૂ કરી લાખો રૂપિયાની કમાણી શક્ય બનાવી છે.
ખેડૂતો માટે “સમાધાન”પ્રોજેક્ટ આશીર્વાદ ગ્રુપ બની રહ્યું છે સમાધાન પ્રોજેક્ટમાં અત્યારે 30,000 થી વધુ લોકો સક્રિય રીતે જોડાયેલા છે જેમાં 4.300 મહિલા ખેડૂતો વિવિધ કૃષિ યોજનાઓનું માર્ગદર્શન લઈ ને તેનું અમલ માટે નિમિત બની રહી છે 5,000 ખેડૂતોએ સુધારેલી ખેતી પશુપાલન અંગેની તાલીમ મેળવીને વધારાની આવક માટે સફળતા પ્રાપ્ત કરી છે 10,000 ખેડૂતો તાલીમ માટે તૈયાર થયા છે, તાલીમબદ્ધ ખેડૂત નવી કૃષિ તકનીક ના ઉપયોગ ને સમજી ને સમાધાન યોજના સાથે જોડાયેલા 13,838હ ખેડૂતોને હાઈટેક શાકભાજીની ખેતી ઉછેર પાણીએ થતી ખેત પધ્ધતિ ટેલી ફાર્મિંગ મશરૂમ ફાર્મિંગ ફાર્મિંગ કરવા માટે સહાય આપવામાં આવી છે .
સમાધાન પ્રોજેક્ટ ખેડૂત ઉત્પાદન સંગઠો સંગઠનો ખેડૂત મંડળીઓ અને વિવિધ સંગઠનો ને મદદરૂપ થાય છે 4,000 થી વધુ ખેડૂતો અત્યારે સમાધાન માં જોડાઈને લાભ લઈ રહ્યા છે સમાધાનના માધ્યમથી ખેડૂત ઉત્પાદન સંગઠનને ડેરી પ્રોસેસિંગ માઈક્રો એન્ટરપ્રાઇઝ ની સ્થાપના માં મદદરૂપ થઈને સભ્યો પાસેથી અઢીસો લીટર દૂધ ને પ્રોસેસ કરીને ખેડૂતો માટે નવી આવક માટે નિમિત બની છે આ મંડળી દ્વારા અત્યાર સુધીમાં 30 હજાર લિટર છાશ 25 હજારના દૂધની બનાવટની અન્ય ચીજ વસ્તુઓની ની ખરીદી કરી છે હિન્દુસ્તાન જૈન ની ખેડૂત લક્ષી યોજનાઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે.