હરિયાણાના સોનીપતમાં થયેલા ૨૧ વર્ષ જૂના બ્લાસ્ટ કેસમાં આતંકી અબ્દુલ કરીમ ટુંડાને જનમટીપની સજા સંભળાવવામાં આવી છે. ટુંડા ઘણીવાર પાકિસ્તાન જઇ ચૂક્યો છે અને તેને લશ્કર-એ-તોઇબાનો બોમ્બ એક્સપર્ટ માનવામાં આવે છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજે ટુંડા પર ૧ લાખનો દંડ પણ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, ૨૮ ડિસેમ્બર, ૧૯૯૬ની સાંજે સોનીપત બસ સ્ટેન્ડ નજીક સિનેમા હોલ અને માર્કેટમાં બે બ્લાસ્ટ થયા હતા. તેમાં ૧૨થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટની તપાસમાં આતંકી ટુંડાનું નામ સામે આવ્યું, પરંતુ તે પાકિસ્તાન ભાગી ગયો. લાંબા સમય સુધી કરાંચીમાં રહ્યા પછી ટુંડા 2013માં નેપાળના રસ્તે ભારત પાછો ફરી રહ્યો હતો, ત્યારે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે તેને પકડી લીધો..
Trending
- Reel થી Real સુધી : મલ્હાર ઠાકર આ હિરોઈન સાથે કરશે લગ્ન…
- બદામના તેલમાં છુપાયેલું છે ચમકદાર ત્વચાનું રહસ્ય
- Aprilia Tuono 457 ભારતમાં 2025 માં મચાવશે ધૂમ…..!
- આજે લાભ પાંચમ, જાણો શુભ સમય અને પૂજાની રીત
- દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન ન્યોછાવર કરનાર બહાદુર અધિકારીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પાઠવી શ્રદ્ધાંજલિ
- નવી Honda Amaze ડિસેમ્બર માં જોવા મળશે નવા લુક સાથે……!
- નવી યોજનાઓ અને નીતિઓના અમલીકરણ દ્વારા રિન્યૂએબલ એનર્જી ક્ષમતા વધારવા ગુજરાત સતત પ્રયત્નશીલ
- સિંદૂર બની શકે છે કપલની લડાઈનું કારણ! જાણો આ નિયમો