28 વિષયની 149 સીટ પર 2657 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા: સૌથી વધુ કોમર્સમાં 24 જગ્યા સામે 501 ફોર્મ ભરાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડીની પ્રવેશ પરીક્ષા માટે યુનિવર્સિટી દ્વારા તારીખો જાહેર કરવામાં આવી છે. અલગ-અલગ 28 જેટલા વિષયોમાં 149 જગ્યા માટે 2657 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જેમની આગામી બે દિવસ એટલે કે 8 અને 9 ઓક્ટોબરના રોજ પીએચ.ડી. એર્ન્ટન્સ ટેસ્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવશે. જેમાં સૌથી વધુ કોમર્સમાં 24 જગ્યા સામે 501 ફોર્મ ભરાયા છે.
આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો.નિલેશ સોનીએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે કાલથી બે દિવસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુદા-જુદા 28 વિષયમાં પીએચ.ડીની 149 જગ્યા માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. આ માટે કુલ 2657 ફોર્મ વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવ્યા છે. જેમાં સૌથી કોમર્સમાં 24 જગ્યા સામે 501, કેમેસ્ટ્રીમાં 11 સામે 198, અંગ્રેજીમાં 7 સામે 198, ગુજરાતીમાં 9 સામે 140, માઇક્રો બાયોલોજીમાં 9 સામે 96, સોશિયલ વર્કમાં બે સામે 107 સહિત 28 વિષયમાં બમણાથી વધુ ફોર્મ ભરાયા છે. સાથે જ ફિઝીકલ એજ્યુકેશનની ચાર, પોલીટીકલ સાયન્સની ત્રણ અને કાયદા વિદ્યાશાખાની બે સીટ ઉમેરો કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 8 ઓક્ટોબરના રોજ 9 વિષયના 661 વિદ્યાર્થીઓની પરીક્ષા બપોરે 3:00 થી 5:00 વાગ્યા સુધી લેવામાં આવશે જ્યારે 9 ઓક્ટોબરે રવિવારના રોજ 19 વિષયના 1996 વિદ્યાર્થીઓ પરીક્ષા સવારે 9:00 થી 11:00, બપોરે 12:00 થી 2:00 અને બપોરે 3:00 થી 5:00ના સમયમાં ત્રણ તબક્કામાં લેવામાં આવશે.
ક્યા સ્ટ્રીમમાં કેટલી જગ્યા
વિષય સીટ
ફિઝીક્સ 1
બિઝનેસ મેનેજમેન્ટ 5
કેમેસ્ટ્રી 11
કોમર્સ 24
કોમ્પ્યૂટર સાયન્સ 3
ઇકોનોમિક્સ 6
એજ્યુકેશન 7
ઇલેક્ટ્રોનિક્સ 3
અંગ્રેજી 7
ફૂટ એન્ડ ન્યૂટ્રીશન 1
ગુજરાતી 9
હિન્દી 8
હિસ્ટ્રી 4
હ્યુમન રાઇટ 2
લો 2
મેથેમેટીક્સ 1
માઇક્રો બાયોલોજી 9
ફાર્મસી 2
ફિલોસોફી 2
ફિઝીકલ એજ્યુકેશન 4
ફિઝીક્સ 16
પોલીટીકલ સાયન્સ 3
રૂરલ સ્ટર્ડીઝ 1
સંસ્કૃત 2
સોશિયલ વર્ક 2
સોશિયોલોજી 5
સ્ટેટ્સ્ટીક્સ 6