રોલર સ્કેટીંગમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, સીલ્વર મંડળ કર્યો પ્રાપ્ત
તાજેતરમાં મોહાલી ખાતે ઓલ ઈન્ડીયા રોલર બાસ્કેટબોલ સ્પીડ સ્કેટ ડાન્સ તથા આર્ટીસ્ટીક ચેમ્પીનશી52022 યોજાઈ ગઈ . જેમાં અલગ અલગ રાજયો ગુજરાત- રાજસ્થાન – દિલ્હી પંજાબ- હરીયાણા ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ- આંધ્રપ્રદેશ- કર્ણાટકા – બિહાર – આસામ તામિલનાડુ ઉત્તરાખંડ કેરાલા ગોવા મહારાષ્ટ્ર તથા જમ્મુ કાશ્મીર જેવા અનેક રાજયોના બાળકોએ ભાગ લીધો હતો . બાળકો પણ આ નેશનલ કોમ્પીટીશનમાં સીલેકટ થયા હતા . -102 જેમાં પ્રજા હોબી સેન્ટરના 15 બાળકો પણ આ નેશનલ કોમ્પીટીશનમાં સિલેકટ થયા હતા.
જેમાં જેમાં અન્ડર -14 ગર્લ્સ , રોલર બાસ્કેટબોલમાં ગોલ્ડ મેડલ , અન્ડર -14 મીકસ ટીમમાં સિલ્વર મેડલ , અન્ડર -19 બોયઝ માં સીલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો . સ્પીડ સ્કેટીંગમાં અન્ડર 8 રાહી નાગવેકર ગોલ્ડ મેડલ , અન્ડર -4 ખુશવંત રાડીયા , બ્રોન્ઝ મેડલ , અન્ડર -6 શૌર્યન પઢારીયા બ્રોન્ઝ મેડલ , 8-10 તિર્થા લીંબાસીયા સીલ્વર , વીરા કોટક – બ્રોન્ઝ 10 થી 12 ગૃપ ધ્યાની કાછડીયા બ્રોન્ઝ , નિર્વેદ બાવીસી સીલ્વર અન્ડર -19 નમન પંડયા ગોલ્ડ , ખુશ ઠકકર સીલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. સ્કેટ ડાન્સમાં પુજા હોબી સેન્ટરના બાળકોએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ રીતે 4 જુદી જુદી ઈવેન્ટમાં 6 ગોલ્ડ મેડલ 28 સિલ્વર મેડલ તથા 8 બ્રોન્ઝ મેડલ મેળવી રાજકોટ ની સ્કૂલ એસ.એન.કે. , સનસાઈન , પોદાર ઈન્ટરનેશનલ , માસુમ , નચિકેતા , પોદાર જમ્બો કીડઝ અક્ષરમાર્ગ , આર.કે.સી. , ગ્રીનવુડ તથા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ નેશનલ લેવલે પ્રાપ્ત કર્યા છે.
રાજકોટની અલગ અલગ સ્કૂલના આ બાળકો છેલ્લા ઘણા વખતથી ખૂબ જ હાર્ડ પ્રેકટીસ કરતા હતા . રાજકોટમાં રોલર સ્કેટીંગમાં પુજા હોબી સેન્ટરના બાળકો છેલ્લા 20 વર્ષથી નેશનલ લેવલે તથા ઈન્ટરનેશનલ લેવલે મેડલ મેળવી અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરે છે. રોલર બાસ્કેટબોલ ગુજરાત એસોસિએશનના પ્રમુખ મૌલેશભાઈ પટેલ , ઉપપ્રમુખ જવાહરભાઈ ચાવડા , સેક્રેટરી પુષ્પાબેન રાઠોડ , દીપુદીદી , ડો . પુજા રાઠોડ દ્વારા તમામ બાળકોને અભિનંદન પાઠવી ઈન્ટરનેશનલ લેવલે મેડલ લઈ પરત ફરે તેવા આર્શીવાદ પાઠવેલ છે. સ્કેટ ડાન્સ તથા આર્ટીસ્ટીક સ્કેટીંગમાં બાળકોએ ઉત્તમ કક્ષાનું પરફોર્મન્સ કરી ઓર્ગેનાઈઝેશન કમિટીના દિલ જીતી લીધા હતા. ટૂંક સમયમાં જ આ બધા બાળકો ફરી પોતાની આગવી પ્રતિભા દેખાડવા માટે ઈન્ટરનેશનલ લેવલે રમવા જશે. તસ્વીરમાં વિજેતા બાળકો સીમરન તંતી ધ્યાનિ કાછડીયા રાહી નાગવેકર તીર્થો લીંબાસીયા હની પ્રજાપતિ દીતીશ્રી હંમર વીરા કોટક નમન પંડયા નિર્વેદ બાવીસી મીત શાહ ખુશવંત રાડીયા વિવેક સિધ્ધપુરા શૌર્યન પઢારિયા પ્રેમ ગાંધી અને ખુશ ઠક્કર મેડલ્સ તથા ટ્રોફી સાથે નજરે પડે છે.