પૂર્વ મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણી, પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા સહિતના આગેવાનો રથયાત્રામાં જોડાશે

આદિ ૠષી વાલ્મીકીજીની જયંતિ પ્રસંગે ગુજરાતમાંથી સૌપ્રથમવાર રાજકોટમાં વાલ્મીકી રથયાત્રાનું આયોજન આગામી તા.9 વાલ્મીકી રથયાત્રા સમિતિ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે. અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ વિશેષ વિગતો આપી હતી.

મહર્ષિ વાલ્મીકીજીની 8 ફુટ ઉંચી પ્રતિમા સાથેનો મુખ્ય રથ રહેશે . જેની પાછળ વાલ્મીકી સમાજના  ધર્મગુરૂ , સંતો મહંતોના રથ તેમજ તેની પાછળ અલગ – અલગ વિસ્તારમાંથી આવેલા ધાર્મિક , શૈક્ષણિક તેમજ દેશભિકતને લગતા 10 થી 1ર ફલોટ જોડાશે. તેમજ સામાજીક સંસ્થાઓ દ્વારા ઠંડા  પીણા, છાશ ની સેવા આપવામાં આવશે.

100 જેટલા રથયાત્રાને લગતા બેનરો વાલ્મીકી વિરતારો તેમજ સફાઈ કામદારની વોર્ડ ઓફીસ શહેરના મુખ્ય માર્ગો પર લગાવવામાં આવેલ છે. પાંચ હજાર જેટલા રથયાત્રાને લગતા સ્ટીકર તેમજ પાંચ હજાર જેટલી પત્રીકાનું વિતરણ કરવામાં આવેલ છે.

રેલી શારદાબાગ ખાતે શરૂ થઈ ડો. બાબા સાહેબની પ્રતિમાં હોસ્પિટલ ચોક પુષ્પ અર્પણ કરી જયુબેલી બાગ ખાતે ગાંધીજીની પ્રતિમાનું પુષ્પ અર્પણ કરી સમાપન કરવામાં આવશે. રેલીમાં આશરે પાંચ હજાર જેટલા વાલ્મીકી સમાજના ભાઈઓ  બહેનો, વડીલો, યુવાનો, સફેદ ડ્રેસકોડમાં જોડાશે. પાંચ હજાર જેટલા જય વાલ્મીકી લખેલા કેશરી કલરના ખેસ રથયાત્રામાં જોડાનારને વિતરણ કરવામાં આવશે. શારદાબાગ ખાતે સન્માન સમારોહમાં દેશભક્તિને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી, પૂર્વ ગર્વનર વજુભાઈ વાળા, મેયર પ્રદિપભાઈ ડવ , શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહિત ધારાસભ્ય , સાંસદ સભ્ય , તેમજ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ કલેકટર રાજકોટ, તેમજ પોલીસ કમિશ્નર રાજકોટ , વાલ્મીકી સમાજના ધર્મગુરૂ , પંચ પટેલ , રામાપીર સમિતિ સહિતના સામાજીક તેમજ ધાર્મિક સંગઠનો જોડાશે. સમગ્ર કાર્યક્રમ વાલ્મીકી રથયાત્રા સમિતિ રાજકોટના નેજા હેઠળ તા.9/1 ને રવિવારે  સાંજે 5  કલાકે વાલ્મીકીજીની પ્રતિમા, શારદા બાગ, રાજકોટ ખાતે યોજાનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.