ભાજપ દ્વારા બીજેપી યોજના સેતુ એપ્લીકેશનનું લોન્ચીંગ
ગુજરાતની જનતા જનાર્દનને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની દરેક યોજનાની વિગતવાર માહિતી ઓડિયો અને વિડિયોના માધ્યમથી સરળતાથી મળી રહે તે માટે બીજેપી યોજના સેતુ નામની એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યુ છે. આ એપ્લિકેશનની ગુજરાતની જનતાને કેન્દ્ર અને રાજય સરકારની દરેક યોજનાની માહિતી મેળવવા માટે ગુગલ પ્લે સ્ટોરમાંથી બષાુજ્ઞષફક્ષફતયિીં એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ્લિકેશનમાં હિન્દી,ગુજરાતી અને અંગ્રેજી ભાષામાથી માહીતી મળી રહેશે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથીજ ટેક્નોલોજીના માધ્યમથી જનહિતના કાર્યો થાયે અને વધુમાં વધુ લોકોને લાભ મળે તે માટે પ્રયાસ કરતા હતા ત્યારે તેમના કાર્યથી પ્રેરાઇ ગુજરાત પ્રદેશ દ્વારા પણ ટેકનોલોજીનો ઉપયોગ વધુમાં વધુ થાય તે માટે પ્રયાસ કરવામાં આવે રહ્યો છે જેથી આજે વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી દેશની જનતા જનાર્દન માટે ઘણી યોજનાઓ જાહેર કરી છે તે યોજના ટેકનોલોજીના સમયમાં દરેક લોકોને મળે તે માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા બીજેપી યોજના સેતુ એપ્લિકેશન બનાવવામાં આવી છે.
આ એપ્લિકેશનમાં કેન્દ્ર અને રાજય સરકારની આશરે 258 થી વધુ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોજનાના લાભાર્થીઓ આ જ એપ્લિકેશનથી જે તે યોજનાના લાભ લેવા માંગતા હોય તેનું ફોર્મ પણ ભરી શકશે, ફોર્મ કયા મોકલવું,કોણ યોજનાનો લાભ મળી શકે તે તમામ જાણકારી મળી રહેશે. ડબલ એન્જિનની સરકાર થકી દરેક યોજનાનો લાભ છેવાડાના માનવી સુઘી પહોંચે તે ભાજપનો હેતું રહ્યો છે. આ એપ્લિકેશન ગુજરાતના લોકોને ખૂબ ઉપયોગી સાબીત થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો
આ કાર્યક્રમમાં પ્રદેશના પ્રવકતા યમલભાઇ વ્યાસ,પ્રદેશના સહ પ્રવકતાઓ ભરતભાઇ ડાંગર, ડો.રૂત્વીજભાઇ પટેલ,પ્રદેશ મીડિયા વિભાગના ક્ધવીનર ડો.યજ્ઞેશભાઇ દવે, આઇટી સેલના ક્ધવીનર નીખીલભાઇ પટેલ, મહિલા મોરચાના પ્રદેશ મંત્રી શ્રદ્ધાબેન ઝા ઉપસ્થિત રહ્યા હતા.