તસ્કર ગેંગના એક બાળ આરોપી સહિત છ શખ્સોની ધરપકડ
અબતક,ઋષીમહેતા, મોરબી
મોરબીના લાતી પ્લોટ શેરી નં 2, શીવ મંડપ સર્વીસમાંથી થયેલ ઘરફોડ ચોરીમાં ગયેલ મુદામાલ કિ.રૂ.1,68,750/- તથા ચોરીમા ઉપયોગ કરેલ વાહન કિ.રૂ.2,00,000/- ના મુદામાલ સાથે પાંચ આરોપી તેમજ એક બાળ આરોપીને પકડી પાડતી મોરબી સીટી એ ડીવિઝન પોલીસ
મોરબી લાતીપ્લોટ શેરીનં.ર શીવમંડપ સર્વીસ માથી મંડપ સર્વીસની અલગ અલગ વસ્તુઓની ચોરી થયેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડિવિઝન પો.કોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, હિતેષભાઇ ચાવડા તથા સિધ્ધરાજભાઇ લોખીલને મળેલ સંયુકત ખાનગી રાહે બાતમીને આધારે તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી ચોરીમા ઉપયોગ થયેલ સુપર કેરી લોડીંગ માલવાહક વાહન નં. જી.જે.36-વી.-1994 માં ચાર આરોપીઓ હિતેશભાઇ દીલીપભાઇ પાટડીયા રહે.કબીર ટેકરી, શેરી નં.4, આકાશભાઇ મનોજભાઇ હામેણીયા રહે.
લીલાપર રોડ, નીલ કમલ સોસાની બાજુમાં, અજયભાઇ સવજીભાઇ કુંઢીયા રહે.મોરબી-ર માળીયા ફાટક પાસે, આશીફભાઇ હમીદભાઇ શેખ રહે.મોરબી માળીયા ફાટક પાસે કાંતીનગર આ બધા લીલાપર રોડ સરકારી આવાસ યોજના સામેથી મળી આવતાં તેઓને વિશ્વાસમા લઇ યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા તેઓએ આ ચોરી કરેલાની કબુલાત આપેલ હોય અને ચોરીનો માલ હાજીભાઇ મુસાભાઇ ખુરેશી રહે.મોરબી કબીર ટેકરી વાળાને આપેલ હોય જેથી મોરબી-2 સર્કીટ હાઉસ સામે આવેલ ભંગારના ડેલામાથી ચોરીમા ગયેલ મુદામાલ રીકવર કરી, એક સગીરવયના બાળકિશોરની સંડોવણી ખુલતા તેને જુવેનાઇલ કોર્ટમા રજુ કરવામા આવેલ હતો, આમ પાંચેય આરોપીઓ તેમજ એક સગીર વયના બાળકિશોર વિરુધ્ધ યોગ્ય કાર્યવાહી કરી હતી આ સમગ્ર કામગીરી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ તથા પો.સબ.ઇન્સ આર.પી.રાણા, એ.એસ.આઇ કિશોરદાન ગઢવી, કિશોરભાઇ પારઘી, મનસુખભાઇ દેગામડીયા, પો.કોન્સ ચકુભાઇ કરોતરા, સિધ્ધરાજસિંહ જાડેજા, હિતેષભાઇ ચાવડા, આશીફભાઇ રાઉમા તથા તેજાભાઇ ગરચર દ્વારા કરવામાં આવી હતી