થોડા સમય પહેલા સુરતમાં ગ્રીષ્મા મર્ડર કેસે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી હતી. ત્યારે સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ જેવો કિસ્સો બનતા રહી ગયો છે. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કિશોરીના ચહેરા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. કિશોરીએ મોઢું ફેરવી લેતા ગળુ કપાતા બચી ગયું હતું.
મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારની છે જ્યાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યુ છે. ધોરણ ૮માં ભણતી14 વર્ષની વિધાર્થીની પર ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરવાનો કર્યો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કિશોરીએ મોઢું ફેરવી લેતા ગળુ કપાતા બચી ગયું પરંતુ ગાલ ના ભાગે 12 ટાકા આવ્યા.
હુમલો કરનાર ૩ મહિનાથી વિદ્યાર્થીનીને કરતો હતો હેરાન
આરોપીનું નામ કાલુ છે જે વિદ્યાર્થીનીને ૩ મહિનાથી હેરાન કરતો હતો. હાલ તે મહારાષ્ટ્ર ભાગી ગયો છે. જો કે, પોલીસ આરોપીના ભાઈને લાવી પૂછપરછ હાથ ધરી હતી. આરોપી યુવક કિશોરીને સંબંધ રાખવા દબાણ કરતો હતો. કિશોરીના માતા-પિતાએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી બનાવની જાણ કરતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પાંડેસરા પોલીસે હત્યાનો પ્રયાસ અને છેડતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ આરોપીને શોધી રહી છે.