વહીવટદાર કાનાણી તથા ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલા દ્વારા ધમધમાટ કાર્યવાહીનો
વાંકાનેર શહેરી વિસ્તારમાં સ્ટ્રીક લાઇટો, પાણીની પુરતી સુવિધા તથા સફાઇ કામગીરીની પાલિકા વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ફરીયાદો હતી.ખાસ કરીને વયોવૃઘ્ધ વડીલોને રાત્રીના સમયમાં ઓછા વોલ્ટની સ્ટ્રીટ લાઇટો હોવાના કારણે રસ્તાઓ પર ચાલવામાં પડતી મુશ્કેલીઓને ઘ્યાને લઇ ગંભીરતાને ઘ્યાને લઇ વહીવટદાર કાનાણી તથા ચિફ ઓફીસર સંદિપસિંહ ઝાલાના વહીવટી કાર્યકક્ષતાના લીધે તાત્કાલીક યુઘ્ધના ધોરણે ઉચ્ચ ગુણવતા તથા ગેરેટી પીરીયડ વાળી 90વોટની સ્ટ્રીટ લાઇટની તાત્કાલીક ખરીદી કરેલ છે.
જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફીટીંગ કામ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અને આ કામગીરી તાત્કાલીક કરવા માટે સ્ટાફને કડક સુચનાઓ આપવામાં આવેલ છે.શહેરીજનોની સુખાકારીમાટે સતત ઉપરોકત બન્ને અધિકારીઓ મનમાં ખેવના ધરાવે છે. સાથે સાથે પાણી તેમજ સફાઇના પ્રશ્ર્નોનું પણ તાત્કાલીક નિરાકરણ હાથ ઉપર લીધેલ છે. જે શહેરીજનોને પડતી મુશ્કેલી ટુંક સમયમાં દુર કરવામાં આવશે જેની દરેક શહેરીજનોએ નોંધ લેવી અને વ્યવસ્થામાં સાથ સહકાર આપવા જણાવાયું છે.