રૂ.15 હજારની ઉઘરાણી કરવા આવેલી બે મહિલા સહિત ચાર શખ્સો આંખમાં મરચું છાંટી લાકડી વડે તૂટી પડ્યા
પડધરી તાલુકાના ધકડિયા ગામે પૈસાની લેતી દેતી મામલે પાડોશમાં રહેતી બે મહિલા સહિત ચાર શખ્સોએ માતા અને બે પુત્રી પર હુમલો કરતા તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઢોકડિયા ગામે રહેતા ભાનુબેન કિશોરભાઈ મૂછડિયા અને તેની બે પુત્રી હિના અને દિયા પર પાડોશમાં જ રહેતા દયાબેન, પ્રભા બેન થતા સુરેશ સહિતના શખ્સોએ આંખમાં મરચું છાંટી લાકડી વડે માર મારતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમય પર ભાનૂ બેનના સબંધી રામજીભાઈ હીરાભાઈ મુછડિયા વચ્ચે પડતા તેઓને પણ માર માર્યાનું સામે આવ્યું છે.
હોસ્પિટલના બિછાને રહેલી ભાનું બેને જણાવ્યું હતું કે થોડા સમય પહેલા પોતાને જરૂર હોવાથી રૂ.15,000 હાથ ઉછીના લીધા હતા. જે મામલે સામા પક્ષના લોકોએ પઠાણી ઉઘરાણીથી કરતા માર માર્યાનું જણાવ્યું હતું.