આફ્રિકા સામે ત્રીજા ટી20માં ભારતનું બોલિંગમાં નબળું પ્રદર્શન
સાઉથ આફ્રિકા સામે ઇન્દોર ખાતે ત્રિજો િ-ં20 મેચ રમાયો હતો જેમાં આફ્રિકાએ ભારતને 49 અને માતા આપી હતી. પરંતુ ભારતે ત્રણ ટી-ટ્વેન્ટી મેચની સિરીઝ 2-1થી જીતી લીધી છે. હાલ ચર્ચાનો વિષય જે સામે આવ્યો છે તે એ છે કે, ટી20 વિશ્વકપ કે જે આગામી માસ ઓસ્ટ્રેલિયા ખાતે રમાશે તેમાં ભારત માટે બોલીંગ અને ડેટ ઓવર સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે જેની કબુલાત ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડે પણ કરી છે. છેલ્લી પાંચ ઓવર ટી 20 મેચમાં ખૂબ જ મહત્વની હોય છે તેમાં ભારતના બોલરો છેલ્લા ઘણા સમયથી પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકતા નથી. બુમરા પણ એ જાગ્રસ્ત થવાના કારણે િ2ં0 વિશ્વ કપમાંથી બહાર થઈ ગયો છે ત્યારે ભારતીય ટીમ માટે જરૂરી એ છે કે આ વિશ્વ કપ પૂર્વે ભારત પોતાની ડેથ બોલિંગ ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરે અને વિશ્વ કપમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે.
ઇન્ડિયન ટીમના કોચ રાહુલ દ્રવિડે એમ પણ જણાવ્યું હતું કે માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય ટીમને પણ ડેથ બોલિંગમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે ભારતીય ટીમ માટે જોઈએ છે કે તેઓ વધુને વધુ ડેથ બોલિંગ ઉપર બોલરોને તૈયાર કરે અને ઓસ્ટ્રેલિયા ટુર માટે કે જ્યાં વિશ્વ કપ રમવા જઈ રહ્યો છે તેના માટે સશક્ત બનાવે. પૂર્વેદ ભારતે પોતાના મેચ અંગે સ્ટ્રેટેજી બનાવી લેવી ખૂબ જ અનિવાર્ય છે અને વધુને વધુ ઘાતક કઈ રીતે વિપક્ષીઓ સામે થઈ શકાય એ જાણવું પણ એટલું જ જરૂરી છે ત્યારે હાલ ભારત માટે જો કોઈ ચિંતા નો વિષય હોય તો તે ડેથ બોલિંગ છે.
ભારત પાસે ઘણું સારું પેલેન્ટ પડેલું છે પરંતુ તે તેને નિખારવામાં આવવું જોઈએ તે આવી શક્યું પણ નથી. ગઈકાલ ઈન્દોર ખાતે રમાયેલા ત્રીજા ટી 20 માં ભારતની ઘણી ઉણપ પણ જોવા મળે એટલો જ નહીં વિશ્વ કપમાં ભારતનો મિડલ ઓર્ડર પણ એટલો જ મજબૂત બને એ પણ અનિવાર્ય છે.દક્ષિણ આફ્રિકાની સામેની ત્રીજી ટી20 મેચમાં ભારતનો કારમો પરાજય થયો છે. બંને દેશો વચ્ચે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતનો 49 રને પરાજય થયો છે. ભારત સામે દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 227 રન ફટકાર્યા હતા, જેની સામે ભારતીય ટીમ 178 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતના ટોપ બેટ્સમેનોનો ફ્લોપ શો જોવા મળ્યો હતો. આ સાથે જ ત્રણ ટી-20 મેચની શ્રેણીમાં ભારતે ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ મેચોની શ્રેણીમાં ભારતે બે તો દક્ષિણ આફ્રિકાએ એક મેચ જીતી છે. દક્ષિણ આફ્રિકા તરફથી રિલી રોસોઉના 48 બોલમાં 100 રન અને ડી.કોકે 43 બોલમાં 68 રન ફટકારી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તો દક્ષિણ આફ્રિકાના તમામ બોલરોને પણ વિકેટ લેવામાં સફળતા મળી હતી.