રાસોત્સવમાં ગરબા રમી વકીલો અને જજીસ વચ્ચે ન્યાયીક પરિવારની થશે કલ્પના સાકાર
બાર એશોસીએશન દવારા વડીલો , જજીસ અને તેમના પરીવાર માટે તા.5ને બુધવાર ને વિજયા દશમી ( દશેરા ) ના રોજ અવિચીન દાંડીયારાસ નુ ભવ્ય આયોજન પ્રતીલોક પાર્ટી પ્લોટ , નાનામૌવા મેઈન રોડ , નાનામૌવા સર્કલ પાસે રાજકોટ ખાતે રાખવામા આવેલ છે આ રાસોત્સવનો સમય રાત્રે 8-00 થી 12-00 કલાક સુધી કરવામા આવેલ છે . આ દાંડીયારાસ ના કાર્યક્રમમા રાજકોટ બાર એશોસીએશનના સભ્ય એડવોકેટ તથા તેમનો પરીવાર ન્યાયધીશ તથા તેનાં પરીવાર તથા સરકારી વકીલાઓ તથા રાજકોટ ના અલગ અલગ બાર એશોસીએશનના હોદેદારો તથા સભ્યો ને પરીવાર સાથે પધારવા માટે હાર્દીક આમંત્રણ પાઠવવામાં આવેલ છે .
ભુતકાળમાં આવુ જાજરમાન આયોજન ક્યારેય રાજકોટ બાર એશોસીએશન દવારા કરવામા ન આવેલ હોય તેવુ ભવ્ય આયોજન રાજકોટ ના હાર્દ એવા 150 ફુટ રીંગ રોડ નાનામૌવા મેઈન રોડ ઉપર આવેલ પાર્ટી પ્લોટમા લાઈવ ડી.જે. તથા ભવ્ય લાઈટીંગ સાથે વિશાળ ગ્રાઉન્ડ ઉપર દાંડીયારાસ નુ આયોજન કરવામા આવેલ છે તથા આ આયોજનમા ખેલૈયાઓ માટે વેલડ્રેસ , પીન્સ , પીન્સેસ વકીલ હોય તે તથા વેલડ્રેસ , પીન્સ , પીન્સેસ વકીલ પરીવારના સભ્ય તથા વેલડ્રેસ , પ્રીન્સ , પીન્સેસ ચાઈલ્ડ ને ઈનામ વિતરણ નો કાર્યક્રમ પણ રાખવામા આવેલ છે . આ દાંડીયારાસમા રાજકોટના નામાકીત મહાનભાવો તથા સીનીયર વકીલઓની વિશેષ ઉપસ્થીતી રહેશે.
વકીલ પરીવારો સતત પોતાના વ્યવસાયમાં વ્યસ્ત રહેતા હોય ત્યારે આવા આયોજનો વકીલો માટે ઉત્સાહ જનક અને પ્રોત્સાહક જનક બની રહેતા હોય છે . ખાસ કરીને નવરાત્રી એ માતાજીની આરાધના કરવાનું પર્વ છે અને ગુજરાતીઓ આ નવરાત્રી ના દિવસોમા ગરબા રમવા માટે વિશ્વ પસિધ્ધ છે ત્યારે રાજકોટ ના વકીલો , જજો અને તેના પરીવારજનો વિજયાદશમીની રાત્રે રાસોત્સવ યોજી ગરબા 2 મી વકીલ અને જજીસ વચ્ચેના સબંધો ને વધુ સુદૃઢ બનાવશે અને ખરા અર્થમા એક ન્યાયીક પરીવાર ની કલ્પના સાકાર કરશે જેથી રાજકોટ બાર એશોસીએશન દાંડીયારાસ માટે સ આહવાન કરવામાં આવેલ છે.
આ દાંડીયારાસ ના આયોજન ને સફળ બનાવવા માટે રાજકોટ બાર એશોસીએશના પ્રમુખ અર્જુનભાઈ એસ . પટેલ , ઉપ પ્રમુખ સિધ્ધરાસિંહ કે . જાડેજા , સેક્રેટરી પી . સી . વ્યાસ જોઈન્ટ સેક્રેટરી ધર્મેશભાઈ સખીયા , ટ્રેઝરર જીતેન્દ્રભાઈ એચ . પારેખ , લાયબ્રેરી સેક્રેટરી સુમીતભાઈ વોરા કારોબારી સભ્યો અજયભાઈ પીપળીયા , કેતનભાઈ મંડ , હિરેનભાઈ ડોબરીયા , નૃપેનભાઈ ભાવસાર , વિવેકભાઈ સાતા , નૈમીષભાઈ પટેલ , કિશનભાઈ રાજાણી , મનીષભાઈ પંડયા , મોનીષભાઈ જોષી , ચેતનાબેન કાછડીયા જહેમત ઉઠાવી રહેલ છે.