એસ્ટ્રલ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સંસ્થાને સી. એસ.આર. પ્રોજેક્ટ તથા હેપી પ્રોજેક્ટ હેઠળ અપાયું 57.62 લાખનું કુલ અનુદાન
એસ્ટ્રલ ફાઉન્ડેશનનું પ્રેરણાદાયી અને સ્તુતીય સમાજને નવો રાહ ચીંધતું પગલું
અમદાવાદના એસ્ટ્રલ ફાઉન્ડેશન દ્વારા ખરા અર્થમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ રાજકોટની ઉમદા સેવાભાવી તથા સંસ્થા જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન .રાજકોટને કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી સી.એસ.આર, પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2022-23 માટે 42,62,476 લાખ તેમજ હેપી પ્રોજેક્ટ (હાર્ટ એટેક પ્રિવેંશન પ્રોજેક્ટ ફોર યુ) અંતગર્ત રૂ. 15 લાખનું અનુદાન આપી. આમ કુલ મળી રૂ 57,62,476 લાખનું અનુદાન આપી ખરા અર્થમાં હૃદયથી વિશાળ કંપની બની છે
ઉલ્લેખનીય છે કે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા ઉપરોક્ત બંને પ્રોજેક્ટ હેઠળ બાળકોને અતિ ઉચ્ચતમ અને સઘન સારવાર મળે તેવા ઉમદા હેતુ માટે અનુદાન રાશિ ઉપયોગમાં લેવાય છે ખાસ કરીને હેપી પ્રોજેક્ટ હેઠળ જે બાળકને હૃદયની કોઈપણ બીમારી કે ખામી હોય તેની સારવાર કરવામાં આવે છે. આ માટે ટ્રસ્ટ દ્વારા રાજકોટ તથા અમદાવાદના જુવેનાઇલ ડાયાબિટીસ ધરાવતા 175 બાળકોને આવરી લેવાયા છે. ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને 1 વર્ષ માટે એન્ડોક્રાઈનોલોજીસ્ટ ડોક્ટર્સ દ્વારા ચેકઅપ, બોઝલ-બોલસ ઇન્સ્યુલિન (જે વર્તમાનમાં ડાયાબિટીસને કાબુમાં લેવા શ્રેષ્ઠ રામબાણ મેડિસિન છે), ગ્લુકોમીટર -સ્ટ્રીપ તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ પેનનીડલ્સ તથા સીરીંજ તેમજ અન્ય સારવાર તદ્દન નિ:શુલ્ક આપવામાં આવશે.