હરેન પંડયાના કાર્યક્રમમાં રજૂઆત વેળાએ ધમાલ મચાવનાર જસવંતસિંંહ ભટ્ટી, પરેશ ગજેરા અને વિજયસિંહ વાળા સહિત અગ્રણીઓ સામે ગુનો નોંધાયો ‘તો
રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વર્ષ 2000 માં તત્કાલીન ગુહ મંત્રી હરેન પંડ્યા કોમ્પ્યુટર સેન્ટર ના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસ કાર્યકરોએ સૂત્રોચાર કરી અને ઉદ્ઘાટન બંધ કરવાના ગુનાનો કેસ અદાલતમાં ચાલી જતા શહેરના પૂર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી અને પરેશ ગજેરા સહિત શખ્સોને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ રાજકોટ શહેરના પોલીસ હેડ ક્વોટર ખાતે કોમ્પ્યુટર વિભાગનું તત્કાલીન ગુહ મંત્રી હરેન પંડ્યા ઉદ્ઘાટન કરવા આવેલ ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા સૂત્રોચાર કરી ઉદ્ઘાટન બંધ કરાવવાનો પ્રયાસ કરવાની ફરિયાદ ઇન્ચાર્જ પીઆઈ ડી.એમ. વાઘેલાએ શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી,પરેશ ગજેરા, શૈલેન્દ્રસિંહ રાણા, વિજયસિંહ વાળા, ચંદુભા જાડેજા, ઉકાભાઇ લાવડીયા, જયંતભાઇ ઠાકર, રસિકભાઈ સાવલિયા, અતુલભાઇ લીબાસીયા, દેવેન્દ્રસિંહ ગોહિલ, ભનાભાઇ હેરભા, મુકેશ રાદડિયા, અનિરુદ્ધ કાકડીયા, રમેશ ગઢવી, યોગેશ વ્યાસ અમરસિભાઈ કરગથરા, રમેશ તલાટીયા, કેયુર મશરાણી, જીગ્નેશ ઉપાધ્યાય અને ઓસમાણ સહિતના કોંગ્રેસના આગેવાનો સામે કલમ 332, 447, 143 અને 149 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
જે ગુનાના કામે તમામની અટકાયત કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. જે ગુના નો કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે ન્યાયાધીશ કે .એમ .ગોહેલે તમામને છોડી મૂકવાનો હુકમ કર્યો છે. બચાવ પક્ષે યુવા ધારાશાસ્ત્રી નરેન્દ્રસિંહ જાડેજા, પરેશ કુકાવા ,વિરલ ભટ્ટ અને સાકરીયા ભાઈ રોકાયા હતા
પાણી પ્રશ્રને પાણીદાર નેતા ભટ્ટીએ આંખ ગુમાવી ’તી
રાજકોટ શહેરના પાણી યુવા કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા જન આંદોલન અંતર્ગત પોપટ પરા વિસ્તારમાં પૂર્વગ્રહ મંત્રી સ્વ હરેન પંડ્યાના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે થયેલી ઝપાઝપીમાં યુવક કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ પટ્ટીને આંખમાં ગંભીર ઈજા થતા કાયમ માટે એક આંખ ગુમાવી હતી જે મામલે જશવંતસિંહ પટ્ટી એ જવાબદારો સામે રૂપિયા 15 લાખનો કોર્ટમાં દાવો દાખલ કરી અને વળતર માંગ્યું હતું આ દવા અંગે તત્કાલીન પોલીસ કમિશનર સુધીરકુમાર સિંહા અને ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ દિગુભા વાઘેલાની સમજાવટથી દાવો વિદ્રો કર્યો હતો.