નેશનલ ગેમ્સના પ્લેયર્સ સહિયરના બન્યા મહેમાન: સુરેન્દ્રસિંહ વાળાએ તમામને આવકાર્યા
નવલા નોરતાની આઠમી રઢીયાળી રાતે ગ્રાઉન્ડ સહિયરમાં ખેલૈયાઓ ભરચક મોજમાં હતા. સહિયર રાસોત્સવ ગ્રુપ સમગ્ર ગુજરાતમાં ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે ત્યારે રાજકોટના યજમાને સ્પોર્ટ્સ કાર્નિવલમાં પરફોર્મ કરવા આવેલા નેશનલ પ્લેયર્સ સહિયરનાં મહેમાન બન્યા હતા. ભારતીય ટીમના કોચ જોયાન્ના શેફમેન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશના મહિલા પ્લેયર્સ તથા ટીમ કેપ્ટન વોલ ઓફ હોકી સવિતાજી વગેરે સહિયરમાં રાસે રમ્યા હતાં.
સહિયર પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા દ્વારા તમામ પ્લેયર્સને સન્માનીત કરી શુભકામનાઓ અપાઇ હતી. ડે.કમિશનર આશિષકુમાર સહ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતાં.કલાકારો પણ પોતાનાં ડ્રેસીંગ પ્રત્યે સજાગ હોવાનો પુરાવો આપતા બેસ્ટ ડ્રેસીંગ વેલડ્રેસનું સ્પેશીયલ પ્રાઇઝ એંકર-સિંગર તેમજ શિશાંગીયાજીને સહિયરના આયોજક યશપાલસિંહ જાડેજાનાં હસ્તે અપાયું હતું.
વિજેતાઓને ઇનામો સહિયરના આયોજક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર નિલેષભાઇ, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, તિર્થરાજસિંહ ગોહિલ, ડી.બી.ગોહિલ તથા ભાર્ગવીબા, હિરેનભાઇ ચંદારાણા, દિવ્યરાજસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ, રાહુલસિંહ ઝાલા, પ્રતિભાઇ વાઢેર, ઓર્ગેનાઇઝર કરન આડતીયા, પુષ્પરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદિપસિંહ તથા હરીશચંદ્રસિંહ જાડેજાના હસ્તે ઇનામો અપાયા હતાં.
આઠમાં નોરતે વિજેતા
સિનીયર પ્રિન્સ- રવિ જરીયા, દર્શન પીઢડીયા, જીત રાજપૂત, ધ્રુવ ગોહેલ, રોહન રાજપૂત, આયુષ રૈયાણી, સિનીયર પ્રિન્સેસ- અન્ની અગ્રાવત, અલ્પા મકવાણા, પ્રિયંકા પડીયા, અમી ત્રિવેદી, અંકુરબા ઝાલા, વિભુષા જોષી, વેલ ડ્રેસ પ્રિન્સ- આશિષ ચાવડા, વેલ ડ્રેસ પ્રિન્સેસ : ગોપી પિત્રોડા, કિંજલ પિત્રોડા, જુનીયર પ્રિન્સ : કનિષ્ઠ યાદવ, તક્ષ પરમાર, જુનીયર પ્રિન્સેસ : નિરવા ઘારૈયા, વિદ્યા રાજપૂત, બેસ્ટ કપલ શુભમ બ્રહ્મભટ્ટ- કેરવી બ્રહ્મભટ્ટ જાહેર કરાયા હતાં.