6 નવેમ્બરના રોજ મતગણતરી : 7 ઓક્ટોબરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરશે ચૂંટણી પંચ
આગામી ત્રણ નવેમ્બરના રોજ છ રાજ્યની સાત બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે જે અંગે સાત ઓક્ટોબરના રોજ ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે અને 6 નવેમ્બરના રોજ મત ગણતરી પણ યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ખાલી પડેલી સાથ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે. જેમાં બિહારની બે બેઠક જેવી કે મોકામાં અને ગોપાલગંજ , મહારાષ્ટ્ર અંધેરી ઈસ્ટની એક બેઠક, હરિયાણાની આદમપુર બેઠક, તેલંગાણાની મુનુગોડે બેઠક, ઉત્તરપ્રદેશની ગોલા ગોરખનાથ બેઠક અને ઓડિસાના ધમનગર બેઠક ઉપર ચૂંટણી લડવામાં આવશે.6 રાજ્યોમાં વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકો પર પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જેને ધ્યાને લઇ આ બેઠકો પર 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે અને 6 નવેમ્બરે તેના પરિણામો જાહેર કરાશે.આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, બિહાર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને ઓરિસ્સાનો સમાવેશ થાય છે. બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર રાખવામાં આવી છે.ગુજરાત અને હિમાચલપ્રદેશમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને બહુ જલ્દી ચૂંટણી પંચ તેની તારીખો જાહેર કરી શકે છે. બંને રાજ્યોમાં હાલમાં ભાજપની સરકાર છે અને ભાજપનો મુકાબલો આપ અને કોંગ્રેસ સાથે થશે.