200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક મહિલા સ્પર્ધામાં કર્ણાટકની એસ. લક્ષ્યાએ એક જ દિવસમાં બે રેકોર્ડ બનાવ્યા

રાજકોટના આંગણે ચાલી રહેલા 36મા રાષ્ટ્રીય ખેલમાં જૂના ચાર રેકોર્ડ તૂટ્યા છે અને નવા ચાર રાષ્ટ્રીય રેકોર્ડ બન્યા છે. રાજકોટ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. પુરુષોની 1500 મીટર ફ્રી સ્ટાઈલ સ્પર્ધા મધ્યપ્રદેશના અદ્વૈત જૈનએ 15 મિનિટ તથા 54.79 સેક્ધડમાં પૂરી કરીને, વર્ષ 2015ના રાષ્ટ્રીય ખેલનો સજનનો 15 મિનિટ 55.78 સેક્ધડનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ કાયમ કર્યો છે.  જ્યારે 800 મીટર ફ્રી સ્ટાઈલ મહિલાઓની સ્પર્ધા દિલ્હીની ભવ્યા સચદેવાએ 9 મિનિટ 15.24 સેક્ધડમાં પૂરી કરીને. વર્ષ 2015નો આકાંક્ષા વોરાનો 9:15.30 મિનિટનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. છ સેક્ધડના ફરકથી ભવ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે.

200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક સ્પર્ધામાં આજે બે વાર રેકોર્ડ તૂટ્યા છે. આ સ્પર્ધામાં વર્ષ 2015માં કર્ણાટકની સજની શેટ્ટીનો 2 મિનિટ 46.39 સેક્ધડ સાથેનો રેકોર્ડ નોંધાયેલો હતો. જ્યારે આજે સવારની હિટમાં કર્ણાટકની એસ. લક્ષ્યાએ 2 મિનિટ 45.96 સેક્ધડ સાથે રેકોર્ડ તોડ્યો હતો. તો સાંજે ફાઈનલ સ્પર્ધા 2 મિનિટ 42.63 સેક્ધડમાં પૂરી કરીને સવારનો પોતાનો જ રેકોર્ડ તોડીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

આ ઉપરાંત 4 બાય 100 મીટર મીડલે  મહિલાની સ્પર્ધા કર્ણાટકની ટીમે 4 મિનિટ 27.78 સેક્ધડમાં પૂરી કરીને, અગાઉનો મહારાષ્ટ્રની ટીમનો 4 મિનિટ 32.32.38 સેક્ધડનો રેકોર્ડ તોડી નવો બેન્ચમાર્ક બનાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.