સમસ્ત રાજપુત સમાજના શ્રધ્ધાના કેન્દ્ર સમાન ભવાનીધામે ભવ્ય આયોજન
અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
વઢવાણના વસ્તડી ગામે રાજપૂત સમાજના શ્રધ્ધાના કેન્દ્ર સમાન ભવાનીધામ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.ત્યારે અહીં દશેરા નિમિતે 25 હજારથી વધુ લોકો એક સાથે શસ્ત્ર પુજનનું આયોજન કરાયુ છે.જ્યાં સુપ્રસિધ્ધ કલાકારો ઉપસ્થિત રહી રાજપૂતોનો ગૌરવવંતો ઇતિહાસ રજૂ કરશે.
દશેરા પર્વ નિમિતે શસ્ત્ર પુજનનું મહાત્મ્ય છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જુદાજુદા સ્થળોએ શસ્ત્ર પુજનનું આયોજન થનાર છે.ત્યારે સમસ્ત રાજપૂત સમાજને એક તાંતણે બાંધવાના અભિગમ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે અનોખુ આયોજન કરાયુ છે.જ્યાં નિર્માણ પામનાર ભવાનીધામની પાવન જગ્યાના સાનિધ્યમાં તા.5 સપ્ટેબર બુધવારે સાંજે 4 કલાકે ઇતિહાસમાં પ્રથમવાર રાજપૂત સમાજના 25 હજારથી વધુ લોકો એક જ સમયે એક સાથે એક સ્થળ પર શસ્ત્ર પુજન કરી નવો ઇતિહાસ રચશે.આથી નેશનલ હાઇવે-8 પર સાયલાથી લીંબડી વચ્ચે હોટલ નજીક 30 એકર જગ્યાએ વિશાળ પાર્કિગની વ્યવસ્થા સાથે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.આ કાર્યક્રમના જેના અધ્યક્ષ સ્થાને પુર્વ રાજ્યપાલ કર્ણાટક વજુભાઇ વાળા, પ્રમુખ કિશોરસિંહ ચૌહાણ રહેશે.આ પ્રસંગે જોરાવરસિંહ જાદવનુ વિશિષ્ટ સન્માન કરવામાં આવશે.આ કાર્યક્રમ ને સફળ બનાવવા ડો અનિરુદ્ધસિંહ પઢીયાર વિક્રમસિંહ પરમાર અજીતસિંહ મહેશભાઈ રાઠોડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.